Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ચેક રિર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા કોર્ટનો હુકમ

રાજકોટ,તા.૨૯: ચેક રીર્ટનના કેસમાં કોર્ટ દ્વારા આરોપીને ૧-વર્ષની સજા તથા વળતરની રકમ ચુકવવા નો હુકમ કરી વળતર ન ચુકવે તો વધુ છમાસની સજાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટના રહેવાસી-ફરીયાદી જીતેન્‍દ્ર કેશવલાલ કેસરીયા રહે.  વ્રજલાલ પારેખની શેરી, ખત્રીવાડ, સોનીબજાર રાજકોટ એ આરોપી હાર્દિક ભરતભાઈ કારીયા રહે. કોઠારીયા મેઇન રોડ, સુતા હનુમાન પાછળ,રાજકોટ ને ધંધાના વિકાસ અર્થે નાણાંકીય જરૂરીયાત ઉભી થતા મિત્રતાના દાવે રકમ રૂા.૧,૦૦,૦૦૦ આપેલ હતા ત્‍યારબાદ લેણી રકમની માંગણી કરતા આરોપીએ તેમની બેંક-રાજકોટ નાગરીક સહકારી બેંક લી., રાજકોટનો ચેક નંબર-૬૭૭૯૮૧ તા.૩૦-૯-૧૮ નો ચેક આપેલ જે ચેક ફરીયાદીએ તેમની બેંકમાં જમા કરાવતા સદરહું ચેક ‘‘ફંડસ ઈન્‍સફીસીયન્‍ટ''ના શેરા સાથે પરત થતા ફરીયાદીએ આરોપી વિરૂધ્‍ધ   કોર્ટમાં કેસ દાખલ કરેલા

આ કેસ ચાલી જતા ધી નેગોશીએબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ -૧૮૮૧ ની કલમ-૧૩૮માં જણાવેલ સજાની જોગવાઈ ઓ પણ લક્ષે લીધેલ છે. અને ફરીયાદીના એડવોકેટ એ નામદાર સુપ્રિમ કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રજૂ કરી  દલીલો અને રજુઆતો કરેલ જેથી દલીલો અને રજુઆતોને ધ્‍યાને રાખી ફરીયાદીની તરફેણમાં તેમજ આરોપી વિરૂધ્‍ધ આરોપીને ૧-વર્ષની સજા તથા વળતર પેટે રૂા. ૧,૦૦,૦૦૦/- અંકે એક લાખ પુરા આરોપી મળી આવ્‍યેથી ૧-માસની અંદર ચુકવવા તેમજ ૧-માસમાં ન ચુકવે તો વધુ-૬ માસની સજાનો હુકમ કરેલ છે.

 કોર્ટે હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદોઓ ધ્‍યાને લઈ નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં કાયદા પાછળનો હેતુ તથા આરોપીની વર્તણુક લક્ષમાં રાખતા,આરોપી પ્રત્‍યે દયા રાખવી ન જોઈએ અને સમાજમાં દાખલો બેસે લોકોનુ બેન્‍કીંગ વ્‍યવસ્‍થામાં વિશ્વાસ ટકી રહે તે માટે આરોપીને ચોકકસપણે સજા કરવી જોઈએ. તેમજ હાલના કેસમાં હકિકતો અને સંજોગ લક્ષમાંલઇ આરોપી ઠરેલ વ્‍યકિત ફરીયાદીપાસેથી હાથ ઉછીની રકમ મેળવેલ હોય તે રકમ ચુકવવા વાદગ્રસ્‍ત ચેક આપેલહોય ચેકઆપવાની ગંભીરતાનો ખ્‍યાલ હોવો જોઇએ. આરોપી સામે વારંવાર વોરંટ કાઢવા છતા હાજર રહેલ નથી. જેથી આરોપી ધ નેગોશીએબલઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ મુજબ સજાને પાત્ર છે.

 આ કેસમાં ફરીયાદીના એડવોકેટ ની   દલીલો તથા રજુઆત તથા સુપ્રિમ કોર્ટ તેમજ હાઈકોર્ટના જજમેન્‍ટો ધ્‍યાને લઈ આરોપીને ૧-વર્ષની સજાનો હુકમ તથા વધુ-૬ માસની સજાનો હુકમ કરેલ છે.આ કેસમાં ફરીયાદી વતી રાજકોટના ધારાશાષાીશ્રી બકુલ રાજાણી, કોમલ વી.રાવલ, પ્રકાશ પરમાર,ઈન્‍દ્રવિજયસિંહ રાઓલ રોકાયેલ હતાં.

(4:44 pm IST)