Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ભૂપેન્‍દ્ર રોડ, ગુંદાવાડી, મવડી ચોકમાંથી દબાણ દૂર કરતી શહેર ટ્રાફિક બ્રાંચ

ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવી, પીએસઆઇ કયાબેન ચોટલીયા અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ શહેરના ભૂપેન્‍દ્ર રોડ, ગુંદાવાડી, મવડી ચોક સહિતના વિસ્‍તારોમાંથી દબાણ હટાવવાની કામગીરી ટ્રાફિક બ્રાંચે કરી હતી. જેમાં લોખંડનું ટેબલ, પ્‍લાસ્‍ટીકનો મુંઢો, લોખંડના ખાપીયા, ટેબલ, બાર નગ હાફ-ફૂલ સ્‍ટેચ્‍યુ સહિત સહિતની ચીજવસ્‍તુથી દબાણ હોઇ તે કબ્‍જે કરવામાં આવ્‍યા હતાં. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવની સુચનાથી ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવી, પીએસઆઇ કયાબેન ચોટલીયા, દબાણ હટાવ શાખાના ગજેન્‍દ્રસિંહ રાણા, ઘનશ્‍યામસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી. આ ઉપરાંત એનસી કેસ કરી ૪૪૦૦નો દંડ પણ વસુલાયો હતો. દબાણ હટાવની કામગીરી યથાવત રહેશે તેમ ડીસીપી પૂજા યાદવે જણાવ્‍યું હતું.

(4:32 pm IST)