Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

મવડીમાં એપાર્ટમેન્‍ટની લીફટમાં ફસાયેલા બે બાળકોને બચાવ્‍યા બાદ માતા નીચે ખાબકીઃ મોત

લિફટની વચ્‍ચેની જગ્‍યામાં પડી જતા ઘાયલ ભાવનાબેન નસીતને પાડોશીઓએ બહાર કાઢી સિવિલ હોસ્‍પિટલે ખસેડાયા હતા

રાજકોટ તા. ર૯ : મવડી ગામમાં આવેલા પંચવટી એપાર્ટમેન્‍ટમાં ત્રીજા માળે રહેતી મહિલા લીફટમાં ફસાયેલા પુત્રી સહિત બે બાળકોને બચાવીને પોતે નીચેના ભાગે પટકાતા ગંભીર ઇજા થતા તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ પંચવટી એપાર્ટમેન્‍ટમાં ત્રીજા માળે રહેતા ભાવનાબેન મનીષભાઇ નસીત (ઉ.૩૦) ગઇકાલે પોતાના ઘરે હતા ત્‍યારે તેની દોઢ વર્ષની પુત્રી સહિત બે બાળકો રમતા રમતા લીફટમાં ગયા બાદ ફસાયા હોઇ તે બંનેને બહારથી દરવાજો ખોલીને બહાર કાઢયા બાદ ભાવનાબેન બહાર નીકળવા જતા હતા ત્‍યારે લીફટની વચ્‍ચેની જગ્‍યામાં પગ પડી જતા નીચે પટકાતા તેને માથા તથા પગમાં ઇજા થઇ હતી બનાવ બનતા એપાર્ટમેન્‍ટમાં રહેતા પાડોશીઓ એકઠા થઇ ગયા હતા. અને ભાવનાબેનને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનુ સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું આ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્‍સ રમેશભાઇએ કાર્યવાહી કરી હતી.

(6:14 pm IST)