Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

તાલુકા મામલતદાર કરમટાનું ઓપરેશનઃ ૧ર૦ કરોડની જમીન ખુલ્લી કરાવાઇ

૧ર હજાર ચો.મી. જમીન ઉપરથી ઇંટોના ભઠ્ઠા-૮ મોટા મકાનો-ઝુપડા ઉપર બુલડોઝર ફેરવી દેવાયું

રાજકોટ તા. ર૯: રાજકમોટ જીલ્લા કલેકટર પ્રભવ જોષીની સૂચના બાદ તાલુકા મામલતદાર શ્રી કરમટા અને તેમની ટીમે પોલીસ તંત્ર-વીજ ટીમોને સાથે રાખી મોટા મવામાં સરધકારી જમીન ઉપર થયેલ દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરાવી હતી.

આજરોજ રાજકોટ તાલુકાના મોટા મવા ગામના સરકારી સર્વે નં. ૧૮૦ પૈકી, ફાઇનલ પ્લોટ નં. ૬ર/૯ ની ૧ર૦૦૦ ચો.મી. જેટલી જગ્યા (બજાર કિંમત અંદાજિત ૧ર૦ કરોડ રૃપિયા) પરથી પ જેટલા ઇંટોના ભઠ્ઠ અને ૭ થી ૮ જેટલા નાના મોટા મકાન અને ઝુંપડાનું દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. મામલતદારરબ્ી કે. કે. કરમટા, સર્કલ ઓફિસર સંજય કથીરીયા, તલાટી શ્રી કલ્પનાબેન ગોર અને પોલીસ સ્ટાફ સાથે દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

ઘણા સમયથી આ દબાણ હતું, નોટીસો પણ ફટકારાઇ હતી, પરંતુ દબાણકારોએ ખાલી નહીં કરતા આખરે બુલડોઝર ફેરવી દેવાયું હતું, અમૂકે તો જમીનના પ્લોટ પાડી જમીન વેચી નાખ્યાનું બીન સતાવાર ખુલ્યું છે, મોટા મવા સ્મશાન પાસેની બીજી શેરીમાં આ જમીન આવેલ છે, ઓપરેશન સમયે લોકોના ટોળા એકઠા ગયા હતા, પોલીસ બંદોબસ્ત હોય, કોઇ ઘટના બની ન હતી, વીજ તંત્રના અધીકારીઓએ ૧પ થી ર૦ વીજ કનેકશનનો પણ કાપી નાંખ્યા હતા ૭ સફળ ઓપરેશન અંગે કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે.

(3:27 pm IST)