Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

શાસ્ત્રી મેદાનમાં જુગાર રમવા બેસી ગયેલા ભાવેશ, હકો અને ગોપાલને એ ડિવિઝન પોલીસે પકડ્યા: ૨૨૫૬૦ની રોકડ કબ્જે

રાજકોટઃ શાસ્ત્રી મેદાનના ખુલ્લા પટ્ટમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી કોન્સ. સાગરદાન દાતી, કોન્સ જયરાજભાઇ કોટીલા તથા કોન્સ જગદીશભાઇ વાંકને મળતા દરોડો પાડી ભાવેશ નટવરલાલ શાહ (ઉ.વ.૫૧ રહે.વાઘપરા શેરી નં.૨ મોરબી, હકા લક્ષ્મણભાઇ ચાવડીયા (ઉ.વ.૫૦ રહે.ગામ સગદલપુર તા.જી.ગાંધીનગર) અને ગોપાલ મોહનભાઇ કોછલે (ઉ.વ.૩૪ રહે.બળગીયાત ગામ તા.કુસકી રાજય મ.પ્રદેશ)ને તીનપત્તિનો જુગાર રમતા પકડી લઈ ગંજીપાના તથા રોકડ રૂપિયા ૨૨,૫૬૦ કબ્જે લીધા હતાં.

પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી જે.એસ. ગેડમએ દારૂ/જુગારની બદી નાબુદ કરવા સુચના આપી હોઈ પીઆઇ સી.જી.જોષી, પીએસઆઇ ટી. ડી. ચુડાસમા, એ.એસ.આઇ.બી વી ગોહીલ, એચ.આર. ચાનીયા, હેડકોન્સ કરણભાઇ વીરસોડીયા, કોન્સ. ભગીરથસિંહ ઝાલા, જગદીશભાઇ વાંક, સાગરદાન દાતી, કેતનભાઇ બોરીચા, જયરાજભાઇ કોટીલા, અશ્વીનભાઇ પંપાણીયા તથા હરવિજયસિંહ ગોહિલએ આ કામગીરી કરી હતી.

(1:40 pm IST)