Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

તમો મારૂ કહ્યું માન્‍યુ...હવે તમે તમારા શરીર ઉપર ધ્‍યાન આપ્‍યુ એમને ! મિરાણીના વેઇટલોસ અંગે ખુશી વ્‍યકત કરી નરેન્‍દ્રભાઇએ : કેમ છો ‘યુવા મેયર'... પ્રથમ નાગરિક પ્રદિપ ડવને રંગીલા રાજકોટવાસીઓના ખબર અંતર પણ પુછયા પીએમએ

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આજે જસદણ તાલુકાના આટકોટના મહેમાન બન્‍યા છે. આટકોટ ખાતે અત્‍યાધુનિક કે.ડી.પરવાડીયા હોસ્‍પિટલનું ભાજપના ઉપાધ્‍યક્ષ અને ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. ભરતભાઇ બોઘરા દ્વારા નિર્માણ કરવામાં આવ્‍યું છે. જેનું આજે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ લોકાર્પણ કર્યુ છે. આ તકે વડાપ્રધાનનાં સ્‍વાગત વખતે  શહેર ભાજપ પ્રમુખકમલેશભાઇ મીરાણીનાં વેઇટોલસ અંગે હળવા મુડમાં કહ્યુ હતુ કે, હવે તમે તમારા શરીર ઉપર ધ્‍યાન આપ્‍યુ એમને! તમે મારૂ કહ્યુ માન્‍યુ. સાથો સાથ નરેન્‍દ્રભાઇ મોદીએ કેમ છો ‘યુવા મેયર' કહી રાજકોટનાં પ્રથમ નાગરીક ડો.પ્રદિપ ડવને રંગીલા રાજકોટવાસીઓના ખબર પણ પુછયા હતા.   

 

(3:51 pm IST)