Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

મુખ્‍યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખનું રાજકોટમાં રાત્રી રોકાણ : અધિકારીઓ - પદાધિકારીઓ દ્વારા સ્‍વાગત

રાજકોટ : વડાપ્રધાનના આજના કાર્યક્રમ સંદર્ભે રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ - પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ તથા અન્‍ય મહાનુભાવો ગઇરાત્રે રાજકોટ આવી પહોંચ્‍યા હતા અને રાત્રી રોકાણ સરકીટ હાઉસ ખાતે કર્યું હતું, બંને આવી પહોંચ્‍યા ત્‍યારે તેમનું અધિકારીઓ - પદાધિકારીઓ દ્વારા ઉષ્‍માભેર સ્‍વાગત કરાયું હતું, તસ્‍વીરમાં કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ મુખ્‍યમંત્રીશ્રીને સ્‍વાગત સાથે સરકીટ હાઉસના રૂમ સુધી દોરી જતા નજરે પડે છે, બીજી તસ્‍વીરમાં ઉદય કાનગડ, રાજુ ધ્રુવે મુખ્‍યમંત્રીને આવકાર્યા તે જણાય છે, ત્રીજી તસ્‍વીરમાં ભાજપ અગ્રણીઓ - ધારાસભ્‍યો સાથે મુખ્‍યમંત્રી અને સી.આર.પાટીલ ચર્ચા-વિચારણા કરતા તથા ચોથી તસ્‍વીરમાં કલેકટર - મ્‍યુ.કમિશનર - ડીડીઓ સાથે મંત્રણા કરતા મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍્‌દ્રભાઇ પટેલ નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

 

(11:04 am IST)