Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

કેકેવી ચોક બ્રિજનું કામ ગતીમાં : કાલાવડ રોડ પર બન્ને સાઇડ સર્વિસ રોડ કાર્યરત

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં મ.ન.પા. દ્વારા ડબલ ડેકર ઓવરબ્રીજનું કામ હવે વેગવંતુ બન્યુ છે. હવે કેકેવી ચોક થી કોટેચા ચોક તરફ રસ્તામાં બ્રીજના પીલર માટેનું ખોદકામ શરૂ થયુ છે તેથી રસ્તાનો ડાયવર્ઝન આપતા બન્ને  સાઇડ ૬- ૬ ફુટનાં સર્વિસ રોડ બનાવી શરૂ કરાવી દેવાયો છે જે તસ્વીરમાં નજરે પડે છે. નોંધનીય છે કે,કાલાવડ રોડ પર કેકેવી ચોક ખાતે અંદાજે રૂ. ૧૨૯.૫૩ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાશે. બ્રિજની લંબાઈ ૧૧૫૨.૬૭ રનિંગ મિટર છે. કાલાવડ ગામ તરફ બ્રિજની લંબાઈ ૧૧૮.૭૩ મિટર અને કોટેચા ચોક તરફ ૧૨૪.૯૪ મિટર છે. આ ડીઝાઇન મુજબ કાલાવડ રોડ ઉપર પ્રીન્સેશ સ્કુલથી ફલાય ઓવર શરૂ થશે જે કે.કે.વી. ચોકના હયાત ફલાય ઓવરની ઉપરથી પસાર થશે અને સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પુલ પાસે પૂરો થશે. આ નવો ફલાય ઓવરબ્રીજ ૧૫.૫૦ મીટર પહોળો અને ૧૧૦૦ મીટર લાંબો થશે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:30 pm IST)