Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

જીઈબીમાં બદલી-બઢતીનો દોરઃ જૂનાગઢના સુપ્રિ. જોષીને એકાએક કચ્છ મુકાયાઃ રાજકોટના વિવાદાસ્પદ પટેલ જૂનાગઢમાં

રાજકોટના મહિલા કોલેજ સબ ડિવીઝનના સંખારવાની અમરેલી બદલી કરાઈ : રાજકોટના આર.સી. પટેલ સામે યુનિયનમાં પણ વિરોધ હતો, છતા પ્રમોશન આપી બદલી

રાજકોટ, તા. ૨૯ :. પીજીવીસીએલમાં ગઈકાલે મોડીરાત્રે બદલી-બઢતીનો દોર શરૂ થયો છે. અમુક વિવાદાસ્પદ નિર્ણયો પણ લેવાયા છે.

સૂત્રોના ઉમેર્યા પ્રમાણે તાજેતરના વાવાઝોડા દરમિયાન કામગીરી કરનાર જૂનાગઢના સુપ્રિ. ઈજનેર બી.પી. જોષી અગમ્ય કારણોસર એકાએક કચ્છ અંજાર બદલી કરાતા દેકારો બોલી ગયો છે. એટલુ જ નહિ તેમના સ્થાને રાજકોટના એકઝી. ઈજનેર આર.સી. પટેલ કે જેઓ ઈન્ટરવ્યુ સમયે વિવાદમાં આવેલ અને તેમના સામે જીબીઆ યુનિયને પણ અગાઉ વિરોધ વ્યકત કર્યો હતો. તેઓને પ્રમોશન આપી જૂનાગઢ સુપ્રિ. ઈજનેર તરીકે મુકવામાં આવ્યા છે. આ ઓર્ડરથી યુનિયન આગેવાનો ભારે ખફા બન્યા છે.

આ ઉપરાંત બદલીમાં એ.વી. બાદલ ભાવનગરથી જામનગર, એચ.એમ. ભોજાણી જેતપુરથી પાલિતાણા અને એચ.એન. સંખારવા મહિલા કોલેજ સબ ડિવીઝન-રાજકોટથી અમરેલી મુકી દેવાયા છે.

આ ઉપરાંત બી.ડી. પરમાર ભૂજથી જૂનાગઢ, આર.જી. ગોવાણી-કેશોદથી કોર્પોરેટ ઓફિસ, એસ.એચ. રાઠોડ પાલીતાણાથી કેશોદ અને એચ.ડી. વ્યાસ અમરેલીથી ભૂજ મુકવામાં આવ્યા છે.

(1:08 pm IST)