Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

કાલે વોર્ડ નં. ર-૩ના અડધા વિસ્તારોમાં પાણીકાપ

નવી ડી.આઇ. પાઇપ લાઇનનાં જોડાણ કામગીરીના કારણે જયુબેલી હેડ વર્કસ હેઠળના ગાયકવાડી, જંકશન, પરસાણાનગર, બેડીનાકા, કોઠી કમ્પાઉન્ડ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે

રાજકોટ તા. ર૮ :.. શહેરનાં વોર્ડ નં. ર અને ૩ ના અર્ધા વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ બંધ રહેશે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનના વોટરવર્કસની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા જયુબેલી હેડવર્કસથી જતી જંકશન તરફની મેઇન લાઇન હોસ્પિટલ ચોક બ્રિજના કામને કારણે બાયપાસ નવી ડી.આઇ.પાઇપ લાઇનનાં જોડાણ કામગીરી સબબ આવતીકાલે તા.૩૦ને રવિવારના રોજ સેન્ટ્રલ ઝોન અંતર્ગત જયુબેલી હેડવર્કસ હેઠળ આવતા વિસતારો (વોર્ડ નં.૩ પાર્ટ અને વોર્ડ નં.ર પાર્ટ) માં પાણી વિતરણ બંધ રહેશે.

કયા કયા વિસ્તારમાં અસર

આવતીકાલે ગાયકવાડી, ભીસ્તીવાડ, રેફયુજી કોલોની, જુલેલાલ નગર, જંકશન કો.ઓ.હા.સોસા., પરસાણાનગર, જંકશન પ્લોટ, રેલ્વે કોઠી કમ્પાઉડ, ખાટકી વાસ, દાણાપીઠ, શાસ્ત્રીનગર, તોપખાના સહિતના વિસ્તારોમાં પાણી નહિ મળે.

(2:59 pm IST)