Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ભાજપ સંકલનમાં સૌના મોઢા બંધઃ માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ સાથે બેઠક સંપન્ન

રાજકોટઃ આજે બપોરે યોજાયેલ મ્યુ.કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટિ મીટીંગ પૂર્વે ભાજપ સંકલન બેઠક મ્યુ. કમિશનર વિભાગમાં આવેલ કોન્ફરન્સ રૂમમાં માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ સાથે મળી હતી. આ બેઠકમાં સ્ટે.કમિટિનાં એજન્ડાની દરખાસ્તો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરીનિર્ણય કરવામાં આવ્યો હતો. વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિએ સમગ્ર વિશ્વની સામાજીક - આર્થિક વ્યવસ્થા ફેરવી નાંખી છે અને કોરોના યુગ શરૂ થયો છે ત્યારે હવે મ્યુ. કોર્પોરેશનમાં વહીવટના પણ કોરોના યુગનો પ્રારંભ થઇ ગયો છે. સામાન્ય સંજોગોમાં રાજકીય પક્ષોની મીટીંગ તેઓને ફાળવેલા મીટીંગ રૂમ અને કાર્યાલયમાં મળતી હોય છે પરંતુ કોરોના સંક્રમણની સ્થિતિમાં શાસક પક્ષ ભાજપને તેની સંકલન બેઠક ઇતિહાસમાં સૌ પ્રથમ વખત કમિશનર વિભાગમાં યોજાય હતી. આ સંકલનબેઠકમાં અપેક્ષીત હોદ્દેદારો અને ૩૦થી વધુ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.આજે મળેલ બેઠકમાં મેયર બિનાબેન આર્ચાય, શહેર ભાજપ  પ્રમુખ કમલેશ મીરાણી,  સ્ટે.ચેરમેન ઉદય કાનગડ, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, કશ્યપભાઇ શુકલ, પુષ્કર પટેલ, દલસુખ જાગાણી, અનીલ રાઠોડ, અજય પરમાર, બાબુભાઇ આહીર, ડો.દર્શિતાબેન શાહ, મનીષ રાડીયા, જયમીન ઠાકર, આશીષ વાગડીયા, પરેશ પીપળીયા,  નીતીન રામાણી સહિતનાં કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીર-અશોક બગથરીયા)

(4:07 pm IST)