Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

વંદે માતરમ ગૃપ દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન

રાજકોટઃ વોર્ડ નં.૧૮ ખાતે વંદેમાતરમ ગ્રૃપ દ્વારા પોલીસ પરિવાર, આરોગ્ય પરિવાર, ડોકટર્સ, નર્સ, સફાઇ કર્મચારીઓને વોર્ડ નં.૧૮ના લાલ પાર્ક મેઇન રોડ ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાયેલ. હવે જેમાં ભકિતનગર પોલીસ સ્ટેશન પી.આઇ.શ્રી વી.કે.ગઢવી, પી.બી.જેબલીયા, ડી.સ્ટાફ પી.એસ.આઇ. એસ.એન.જાડેજા, હુડકો પો.ચોકી પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, ક્રાંઇમ બ્રાંચ પી.એસ.આઇ. તથા હુડકો આરોગ્ય કેન્દ્રના ડો.કરિશ્માબેન ખીમસુરીયા તથા સ્ટાફ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વોર્ડ નં.૧૮ના એસ.આઇ.પ્રફુલ ત્રિવેદી, એસ.આઇ. ભરતભાઇ ટાંક, આરોગ્ય વિભાગ ગીરીશભાઇ લાંબા તથા સ્ટાફ વિસ્તારના ડોકટર્સ કીરીટભાઇ કાનાણી, કલ્પેશભાઇ પટેલ, એચ.ડી.પટેલ, રાજેશભાઇ પરમાર, મહેશભાઇ પટેલ, ચંદ્રશભાઇ વિરાણી, રાજેનભાઇ લુકા વગેરેનું અભિવાદન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં વોર્ડ નં.૧૮ના ભાજપ અગ્રણી શૈલેષભાઇ પરસાણા, રાજુભાઇ માલધારી, એસ.પી.જી. મહેન્દ્રભાઇ વાછાણી, વોર્ડ નં.૧૮ ભાજપ પ્રમુખ સંજયસિંહ રાણા, મહામંત્રી હિતેશભાઇ ઢોલરીયા, રવિભાઇ ઠાકોર વગેરે વિસ્તારમાંથી ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહેલ હતા. સફળ બનાવવા વંદે માતરમ ગ્રૃપના આયોજક મનોજભાઇ પાલીયા, સુરેશભાઇ બોઘાણી, લતાબેન ગોરસીયા, દિનેશભાઇ લીંબાસીયા, શૈલષભાઇ બુસા, નરશીભાઇ સખીયા, બાબુભાઇ સખીયા, હેમંતભાઇ કપુરીયા, સહદેવસિંહ જાડેજા, મનસુખભાઇ ટાંક, યુવરાજસિંહ જાડેજા, પંકજભાઇ ઠુંમર, દિનેશભાઇ બોરીયા, હરેશભાઇ ઠુંમર, મહાવીરસિંહ જાડેજા, રસિકભાઇ કાકડિયા, કેયુરભાઇ ભાલાળા, રીટાબેન રોકડ, ઉષાબેન વૈષ્ણવ, વિજયાબેન સાકરિયા, મીનાક્ષીબેન પીપળીયા, શિલ્પાબેન ગઢીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:01 pm IST)