Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કીટીપરા વિસ્તારમાં આવેલ પોઝિટિવ કેસની તંત્ર ગંભીરતા લે : કોંગ્રેસ

વોર્ડ નં. ૩ના વિવિધ વિસ્તારમાં આરોગ્ય ચેકઅપ સહિતના પગલા લેવા કોર્પોરેટર દિલીપ આસવાણીની માંગ આ વિસ્તારમાં આરોગ્ય સર્વે કરવા માંગ કરી છે

રાજકોટ તા. ૨૯ : વોર્ડ નં. ૩ના કીટીપરા વિસ્તારમાં ગઇકાલે કોરોના પોઝીટીવ કેસ નીકળતા કોંગ્રેસના કોર્પોરેટર દિલીપભાઇ આસવાણીએ તુરંત જ તંત્રને આ કેસને બીજા કેસની માફક ન ગણવા આ અંગે દિલીપભાઇએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં જો આ વધુ પોઝીટીવ કેસ નીકળશે તો આ બધા સુપર સ્પ્રેડર બની શકે છે. કારણ કે આ વિસ્તારના લોકો બકાલી (શાકભાજી) તેમજ ભંગારના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે.  જેથી આ લોકો દ્વારા આજુબાજુના તમામ વિસ્તારો જેવા કે જંકશન પ્લોટ, ગાયકવાડી, હંસરાજનગર, સિંધી કોલોની, પરસાણાનગર, જુલેલાલનગર, બેડીનાકા, રેલનગર સુધીના તમામ વિસ્તારો તેમજ સમગ્ર રાજકોટ માટે જોખમી બની શકે છે. આની ગંભીરતાને ધ્યાને લઇ કોર્પોરેટર દિલીપભાઇ આસવાણીએ કમિશનરને તુરંત જ આ વિસ્તારમાં વધુમાં વધુ કેસ ન થાય તેમજ સમગ્ર વિસ્તારનો રેપીડ સર્વે થાય. તેમજ બીજા જે પણ સઘન પગલા લેવા માંગણી કરેલ છે. દિલીપભાઇ આસવાણી તુરંત જ કીટીપરા વિસ્તારની મુલાકાત લઇ તેઓને પણ આમા તંત્રને સહકાર આપવા અપીલ કરી છે.

(3:08 pm IST)