Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

બેકી તારીખમાં સલુન ખુલ્લી રાખનાર એક, સાંજે લારી લઈને નીકળેલી ૩ મહિલા, ડબલ સવારી નીકળેલા ૪ સહિત ૪૯ પકડાયા

રાજકોટ, તા. ૨૯ :. કોરોના મહામારીને કારણે અમલી બનાવાયેલા લોકડાઉનમાં સવારે ૮ થી સાંજના ૪ સુધી વેપાર-ધંધા ચાલુ રાખવાની છૂટ અપાઈ છે. તેમજ સાંજે ૭થી સવારના ૭ સુધી કર્ફયુનું પાલન કરવા આદેશ કરાયો છે. તેમજ ટુવ્હીલરમાં ડબલસવારી નિકળવા પર પણ પ્રતિબંધ છે. આમ છતા નિયમોનો ભંગ થતો રહે છે. પોલીસે સાંજે ૭ પછી બહાર નિકળનાર, ડબલસવારીમાં, દુકાન ખુલી રાખનારા વેપારી અને માસ્ક પહેર્યા વગર નિકળનારા સહિત ૪૯ લોકોને પકડી કાર્યવાહી કરાઈ છે.

એ-ડિવીઝન પોલીસે રામનાથપરા સ્મશાન પાસેથી માસ્ક પહેર્યા વગર નિકળેલા પરેશ ખેતાભાઈ મકવાણા તથા મહિલા કોલેજ અંડરબ્રીજ પાસે ટહેલતો દક્ષેશ પ્રવિણભાઈ મારવાણીયા, રાહીલ સતારભાઈ જુણાચ, માસ્ક પહેર્યા વગર નિકળેલો જયેશ રણજીતભાઈ સરવૈયા તથા બી-ડિવીઝન પોલીસે મારૂતીનગર મેઈન રોડ પર પટેલ ચોકમાંથી સાંજે લારી ખુલ્લી રાખી માણસો ભેગા કરનાર મનીષા પરેશભાઈ રાઠોડ, અનીતા મહેશભાઈ પરમાર, સંગીતા મુકેશભાઈ સોલંકી, પેડક રોડ પરથી હર્ષ કાંતીભાઈ પોકાર તથા થોરાળા પોલીસે ભાવનગર રોડ ચુનારાવાડ ચોકમાંથી સાંજે જીજે ૩ ઈએફ - ૩૫૫૯ નંબરનું બાઈક લઈને નીકળેલા રાહુલ દિનેશભાઈ લગધીરકા અને જીજે ૩ જે કયુ ૫૫૮૪ નંબરનું બાઈક લઈને નિકળેલા દિલાવર ઈબ્રાહીમભાઈ બેલીમ, ચુનારાવાડ ચોકમાં કર્ફયુ ભંગ કરનાર યોગેશ રસીકભાઈ ગોહેલ તથા ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ નિલકંઠ ટોકીઝ સામેથી જીજે ૩ કે જે ૮૨૮૩ નંબરના બાઈક પર ડબલસવારી નિકળેલા ઋષિ મનોજભાઈ મુંધવા, જય અશોકભાઈ મેવાડા તથા કુવાડવા રોડ પોલીસે સોખડા ચોકડી પાસેથી ભૂપત દેવાભાઈ ફાંગલીયા, રઘુ લાલુભાઈ ચાવડા, બેડીગામ પાસેથી પ્રવીણ રાયધનભાઈ ડાવેરા, ભરત કાળુભાઈ ઝાપડીયા, કેતન ઉકાભાઈ રંગાણી, રાજુ પૂનાભાઈ બાંભવા, વિજય બુધાભાઈ મકવાણા, વિજય વિનુભાઈ બાલા, જીજ્ઞેશ નાજાભાઈ ઝાપડીયા, દિપક વિનમભાઈ બારોધ્રા, શ્રીકાંત ગોવિંદભાઈ પરમાર, સાત હનુમાન ચેક પોસ્ટ પાસેથી ઈમરાન ગફારભાઈ ધોણીયા, સંજય ધનજીભાઈ ઓતરાદીયા તથા આજી ડેમ પોલીસે કોઠારિયા ચોકડીના નાલા પાસેથી કિશોર વિકુભાઈ મણદુરીયા, કોઠારીયા રોડ બ્રહ્માણી હોલ પાસેથી પ્રવીણ વીકુભાઈ મણદુરીયા, કોઠારીયા ગામ સરકારી સ્કૂલ પાસેથી કમલેશ જયસીંગભાઈ રાઠોડ, અશ્વિન હીરાભાઈ સોલંકી, ગોંડલ હાઈવે રોડ સર્વિસ રોડ પરથી શકિત દીલીપભાઈ ચાવડા, ભીમા જેઠાભાઈ ખેર તથા માલવીયાનગર પોલીસે ગોકુલધામ મેઈન રોડ જલજીત સોસાયટીમાં 'પલક હેર સ્ટાઈલ' નામની દુકાન એકી નંબરમાં આવતી હોય જેથી બેકી તારીખે ખુલ્લી રાખનાર પ્રવીણ ધીરૂભાઈ ચૌહાણ મવડી મેઈન રોડ પર સાંજે ઘરની બહાર નિકળેલા નવનીત ઉર્ફે યશ નથુભાઈ રાઠોડ, નિલેષ ભીમજીભાઈ રાઠોડ તથા કાલાવડ રોડ કોટેચા ચોકમાંથી બાઈક પર ડબલસવારી નિકળેલા જતીન મનસુખભાઈ ભાલોડીયા, અશ્વિન રતીભાઈ ઘોડાસરા, વિશાલ રમેશભાઈ મંગલાણી, સુનીલ પરમાનંદભાઈ વિંધાણી તથા ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ બજરંગવાડી ચોકી પાસેથી અમીન સુલેમાનભાઈ જુણાચ, મહંમદ સતારભાઈ ચૌહાણ, રૈયા રોડ હનુમાનમઢી ચોક પાસેથી ભાર્ગવ મુકેશભાઈ ગોહેલ, ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસેથી હાર્દિક દિપકભાઈ ભાયાણી તથા યુનિવર્સિટી પોલીસે યુનિવર્સિટી રોડ ભગતસિંહ ગાર્ડન પાસેથી હિરેન રમેશભાઈ રાવલ, યુનિવર્સિટી રોડ ધોળકીયા સ્કૂલ પાસેથી વિવેક રમેશભાઈ ઉકાણી, આકાશવાણી ચોકમાંથી સરતાજ ઉર્ફે સલીમ હુસેનભાઈ સોલંકી, ગીરીશ કાનજીભાઈ મારૂ, મુંજકા ગામના ગેઈટ પાસેથી દિવ્યેશ રમણીકભાઈ લાડાણી તથા જય રજનીભાઈ ગોલની ધરપકડ કરી હતી.

(3:05 pm IST)