Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ભીમ અગીયારસે ગૌ વંદના - શ્વાન વંદના

નિયમોના પાલન સાથે જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્દ્ર અને બાપા સીતારામ ગૌ સેવા મંડળનું આયોજન : ગૌમાતાને લાડુ અને મકાઇ, શ્વાનોને બુંદી ગાંઠીયા, રોટલી તેમજ કબુતરને ચણ અને માછલીને લોટની ગોળી જમાડવામાં આવશે

રાજકોટ તા. ૨૯ : લોકડાઉનના કારણે સોશ્યલ ડીસ્ટન્સ સહીતના કાયદાના પાલન સાથે આગામી તા. ૨ ના મંગળવારે ભીમ અગીયારસે જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્દ્ર અને બાપા સીતારામ ગૌ સેવા મંડળના સંયુકત ઉપક્રમે ગૌ વંદના - શ્વાન વંદના (ભંડારો)નું આયોજન કરાયુ છે.

જીવદયારૂપ આ ભંડારામાં ગૌ માતાઓને ૫૦૧ કિલો લાડુ, શ્વાનોને ૧૦૦ કિલો બુંદી ગાંઠીયા, શ્વાનોને ૫૦ લીટર દુધ, ગૌ માતાઓ તથા શ્વાનોને ૨૦૦૧ રોટલી, માછલા માટે ૪૦ કિલો ઘઉના લોટની ગોળીઓ, કબુતરને ર ગુણી ચણ તેમજ ગૌમાતાઓ માટે ૨૫૦૦ કિલો લીલી મકાઇ અર્પણ કરવામાં વાશે.

તા. ૨ ના મંગળવારે ભીમ અગિયારસના સવારે ૯ વાગ્યાથી આ વસ્તુઓનું રાજકૃતિ એપાર્ટમેન્ટ, એફ-૧, એરપોર્ટ રોડ, એરપોર્ટ ફાટક પાસેથી જીવદયાપ્રેમીઓ, ગૌશાળા પ્રતિનિધિઓ, સેવાપ્રેમીઓને વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. તેમ જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્દ્રના દોલતસિંહ ચૌહાણ (મો.૬૩૫૧૪ ૧૬૬૫૨) ની યાદીમાં જણાવાયુ છે.

સમગ્ર સેવાયજ્ઞને સફળ બનાવવા દોલતસિંહ ચૌહાણ, મિતલભાઇ ખેતાણી, અશોકભાઇ ગજેરા, હિરેનભાઇ કામદાર, સમીરભાઇ કામદાર, ચીરાગભાઇ ધામેચા, યોગેશભાઇ જોશી, ભરતભાઇ સોની, માંડણભાઇ ભરવાડ, દેવુબેન, રમણીકભાઇ, ભાનુબેન ભટ્ટ, જાગૃતિબેન, કાચાબેન, ભારતીબેન કારીયા, હેમંતભાઇ ઠાકર, મનસુખભાઇ કણસાગરા, મનુભાઇ બલદેવ, અલ્કાબેન ખગ્રામ, મહેશભાઇ જીવરાજાની, લાખાણીબેન, ચંદુભા ડાભી, બાબુભાઇ ખત્રી, યોગીતાબેન વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:04 pm IST)