Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

બ્રાહ્મણીયાપરાના કેવીને ૨૦ હજાર સામે બે લાખ ચુકવ્યા છતાં વધુ વ્યાજ માંગી હુમલો

ઋત્વીક ભરવાડે માથામાં કડાથી માર મારતાં સોની યુવાન હોસ્પિટલના બિછાને

રાજકોટ તા. ૨૯: વ્યાજની ઉઘરાણી માટે મારામારીના બનાવો ફરી બનવા માંડ્યા છે. સંત કબીર રોડ પર બ્રાહ્મણીયાપરા-૧માં રહેતાં કવીન રમેશભાઇ રાણપરા (ઉ.વ.૧૯) નામના સોની યુવાન પર તેના ઘર નજીક ધરારનગર માર્કેટ પાસે ઋત્વીક નામના શખ્સે હુમલો કરી કડાથી માથામાં ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

કેવીન અગાઉ મોબાઇલની દૂકાન ચલાવતો હતો. હાલમાં બેકાર છે. તેના પિતા રમેશભાઇ ચમનલાલ રાણપરાએ કહ્યું હતું કે કેવીને અગાઉ ઋત્વીક ભરવાડ પાસેથી રૂ. ૨૦ હજાર વ્યાજે લીધા હતાં. તેની સામે અત્યાર સુધીમાં બે લાખ જેવી રકમ ચુકવી દીધી છે. આમ છતાં તે વધુ વ્યાજની માંગણી કરી હેરાન કરે છે. અગાઉ સમાધાન પણ થઇ ગયું હતું. ગઇકાલે ઋત્વીક ઘરેથી બહાર નીકળતાં ફરીથી તેની સાથે ઝઘડો કરી કડાથી માર મારવામાં આવ્યો હતો.

બી-ડિવીઝન પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(1:05 pm IST)
  • નેશનલ હાઇવે પરથી કતલખાને ધકેલાતાં ગૌવંશને યુધ્ધ એજ કલ્યાણ ગ્રૂપ અને ગૌ સેવકોએ અટકાવ્યા ;ચોટીલા પાસે તર્કને અંતરીને નવ જેટલી ગાયોને બચાવી : ચોટીલા પોલીસે ગુન્હો નોંધ્યો access_time 10:54 am IST

  • કર્ણાટકના દક્ષિણ ભાગમાં સર્વત્ર ૩ થી ૪ ભારે વરસાદ : બેંગ્લુરૃઃ કર્ણાટકના દક્ષિણના આંતરીક ભાગોમાં ૩ થી ૪ ઇંચ જેવો ભારે વરસાદ પડયો છે. મૈસુરમાં ૩ ઇંચ, માંડયામાં ૩ાા ઇંચ અને ચામરાજનગર જીલ્લામાં ધમધોકાર ૪ ઇંચ વરસાદ ખાબકયો છે. access_time 11:51 am IST

  • મહિલાઓને આવતું માસિક એ કોઈ શરમજનક બાબત નથી : માત્ર યુવતીઓને જ નહીં યુવાનોને પણ આ બાબતની ખબર હોવી જોઈએ : સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેશના જન ઔષધિ કેન્દ્રો ઉપરથી વ્યાજબી ભાવે સેનેટરી નેપકીન વેચવાનું આયોજન કરાયું છે : મહિલા બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની access_time 7:07 pm IST