Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

શાસ્ત્રી મેદાન પાસે કચરા ગાડીની ઠોકરે વૃદ્ધ કચડાયાઃ મોત

રાજકોટઃ શહેરના શાસ્ત્રી મેદાન એસટી બસ સ્ટેશન પાસે સાંજે ચાર-સવાચાર આસપાસ કચરા ગાડીની ઠોકરે ચડી જતાં અજાણ્યા વૃધ્ધનું દિવાલ સાથે દબાઇ જતાં મોત નિપજ્યું છેઃ જાણવા મળ્યા મુજબ ફૂટપાથ પરના ઢગલા હોઇ તે ભરવા માટે કચરા ગાડી નીકળી હતી. સાથે કોર્પોરેશનના કર્મચારીપણ  હતાં.અચાનક ગાડીમાં લિવર દબાઇ જતાં ગાડી ફૂટપાથ પર ચડી ગઇ હતી અને ત્યાં બેઠેલા ભિક્ષુક જેવા વૃધ્ધ કચડાઇ ગયા હતાં. આ વખતે ડ્રાઇવીંગ સીટ પર કોર્પોરેશનના કર્મચારી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ શરૃ કરી છે. મૃતકની ઓળખ મેળવવા પણ તજવીજ થઇ રહી છે.

(4:44 pm IST)
  • રાત્રે આણંદના તારાપુર પંથકમાં કમોસમી વરસાદ:વરસાદ આવતા ગરમીથી લોકોને રાહત access_time 10:21 pm IST

  • શ્રીલંકામાં ફસાઇ ગયેલ ભારતીયોને લઇને એર ઇન્ડિયા ફલાઇટ પરત આવશે access_time 11:50 am IST

  • મહિલાઓને આવતું માસિક એ કોઈ શરમજનક બાબત નથી : માત્ર યુવતીઓને જ નહીં યુવાનોને પણ આ બાબતની ખબર હોવી જોઈએ : સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેશના જન ઔષધિ કેન્દ્રો ઉપરથી વ્યાજબી ભાવે સેનેટરી નેપકીન વેચવાનું આયોજન કરાયું છે : મહિલા બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની access_time 7:07 pm IST