Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

રઘુવીર ક્રેડીટ સોસાયટી દ્વારા હેમાંગ નથવાણીનું સન્માન

રાજકોટ : રઘુવીર કો.ઓ. ક્રેડીટ સોસાયટીના ડાયરેકટર દીપકભાઇ નથવાણીના પુત્ર હેમાંગ દીપકભાઇ નથવાણી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૯.૯૮ પીઆર અને ૯૪.૫૦% માર્ક સાથે બોર્ડમાં બીજા ક્રમે ઉતીર્ણ થતા સોસાયટી દ્વારા અદકેરૂ સન્માન કરાયુ હતુ. આ તકે સરસ્વતી વિદ્યામંદિરના શિક્ષક ગીતાબેન જાડેજા અને મોદી સ્કુલના પ્રેસીડેન્ટ રશ્મીકાન્તભાઇ મોદીએ પણ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ આપી હતી. લોહાણા મહાપરીષદના મહિલા વિભાગના ચેરમેન અને લોહાણા મહાજનના ભૂતપૂર્વ પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, સંસ્થાના ચેરમેન વિ.જી. કોટક, વા.ચેરમેન સંજયભાઇ માખેચા, ડીરે. ઇશ્વરભાઇ ખખ્ખર, પ્રવિણભાઇ નથવાણી, પ્રભુદાસભાઇ વડગામાએ ઉપસ્થિત રહી હેમાંગને મોમેન્ટો આપી સન્માન કરેલ. સરસ્વતી શીશુમંદિરના પ્રમુખ અપૂર્વભાઇ મણીયાર, મ્યુ. કોર્પો. ડે. કમિશ્નર ચેતનભાઇ ગણાત્રા, આસી. ટાઉન પ્લાનર શ્રી અઢીયા, જીલ્લા કો.સો.ફેડરેશનના ચેરમેન મહેન્દ્રભાઇ ફળદુ, શીવશકિત મંડળીના પ્રમુખ હરદેવસિંહ જાડેજા, લોહાણા સેવા મંડળના પ્રમુખ નટુભાઇ કોટક, પત્રકાર જગદીશભાઇ ગણાત્રા વગેરેએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ વરસાવી હતી.

(4:20 pm IST)