Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ઐસે ના મુજે તુમ દેખો... સુરતાલ ગ્રુપના ગીતોની જમાવટ

રાજકોટ ઈન્કમટેકસના ડેપ્યુટી કમિશ્નર પ્રદીપ પરાત- ડો.મયુર વાઘેલા- ડો.નિરલ મહેતા- સીએ પરેશભાઈ- મિતેષ મહેતા- રીપલબેન છાપીયા (લંડન), સુનિલ ગઢીયા- મહેશભાઈ કોટકે લાજવાબ ગીતો રજૂ કર્યાઃ કરાઓકે સ્પર્ધામાં ઈનામોની વણઝાર

રાજકોટઃ સૂરતાલ કરાઓકે ગ્રુપે હેમુ ગઢવી હોલમાં જુના-નવા બોલીવુડ સોંગનો રસથાળ પીરસી ઓડીયન્સને ખુશ-ખુશાલ કરી દીધું. એલજી કિરણ ટેલીવિઝન નાં સંગાથે સુરતાલ ગ્રુપનાં ગીતો પુરા થયા પછી કરાઓકે સ્પર્ધા રાખેલ તેમાં વિજેતા પાંચ ભાગ્યશાળીને એલજી તરફથી દરેક ને બ્લુ-ટુથ મોબાઈલ-સ્પીકરનું ઇનામરૂપે આપવામાં આવેલ. સૂરતાલ ગ્રુપે આ કરાઓકે સ્પર્ધા નું આયોજન કરીને ઓડીયન્સને પણ સ્ટેજ ઉપર ગાવાનો મોકો આપ્યો જેથી ઓડીયન્સ ને પણ મજા પડી.

આ વખતનાં કાર્યક્રમ માં ખાસ નાગપુરથી ઇન્કમટેક્ષનાં કમિશ્નર શ્રી રાજીવ રાનડે  (સૂરતાલ ગ્રુપનાં મેમ્બર) ખાસ હાજર રહ્યા હતા અને પરિમલભાઈ ની લાગણીને માન આપીને રાગ 'દેશ' ઉપર બાંસુરીવાદન કરીને લોકોનું મન મોહી લીધું હતું. આવી જ રીતે રાજકોટના ઇન્કમટેક્ષનાં ડેપ્યુટી કમિશ્નર શ્રી પ્રદીપ પરાતે એ પણ ''એઈસે નાં મુજે તુમ દેખો'' કિશોરદા નું ગીત ગાઈને લોકોને  કહ્યું હતું કે અમને ઇન્કમ-ટેક્ષવાળાને માત્ર રેઇડ પાડવાનું કે ટેક્ષ વસુલી કરવાનું જ નથી આવડતું, અમને પણ મ્યુઝિકમાં જાણકારી હોય છે અને અમે પણ તમારા જેવા લાગણીશીલ માણસો જ હોઈએ છીએ, અમારાથી ગભરાવાની જરૂર નથી, અમે લોકોના મિત્ર બની ને રહેવા માંગીએ છીએ અને એટલે જ તેમણે ગીતો નાં શબ્દ પસંદ કર્યા હતા ''એઈસે નાં મુજે તુમ દેખો.''

ડોકટરોએ પણ લોકોને મોજ કરાવી દીધી. ડો.નિરલ મેહતાએ બન્ને નવા ગીતો રજુ કરી લોકોને ડાન્સ કરવા મજબૂર કરી દીધા અને તેના ડ્યુએટમાં હર્ષિ ભટ્ટ એ સાથ આપ્યો. ડો.મયુર વાઘેલા (સ્ટરલીંગવાળા) એ ''અબ તેરે બિન'' આશિકી નું ગાઈને પ્રથમ વખત સ્ટેજ ઉપર પદાર્પણ કર્યું અને સાબિત કરી દીધું કે અમે પણ કાંઈ કમ નથી, અમને પણ મ્યુઝીકની પ્રોપર તાલીમ મળે તો ગીતો ગાઈ શકીએ. સીએ પરેશ બાબરિયાએ પણ ૨ મેડલી ગીતો ગાઈને લોકોની વાહ વાહ મેળવી લીધી. અમિત સચદેએ રાહત ફતેહઅલીખાનનું ''ઓ રે પિયા'' અને શંકર મહાદેવનનું ''બ્રેથ્લેસ'' ગાઈને લોકોને અચંબિત કરી દીધા કે બ્રેથ્લેસ તો સ્ટુડીયોમાં જ રેકોર્ડ કરી શકાય પણ સ્ટેજ ઉપર કઈ રીતે ગાઈ શકાય. પરંતુ કહે છે ને કે ''રીયાઝ કરોંગે તો રાજ કરોગે'' એ રીતે અનેક દિવસોની મહેનત પછી બ્રેથ્લેસ ઉપર તેની પક્કડ આવી ગઈ. નાની એવી ૯ વર્ષની હર્ષિએ ૩ જુદી જુદી ટાઈપના સોલો, મેરા નામ ચીન ચીન ચૂં, જાને જા ઓ મેરી જાને જા અને કલાસિકલ સોંગ ''સત્યમ શિવમ સુન્દરમ'' ગાયા અને વન્સ મોર, વન્સ મોર નાં નારા લાગવા લાગ્યા પરંતુ સમયનાં અભાવે વન્સ મોર ના આપી શકાયું. મિતેશ મેહતા, સીએ પરેશભાઈ  તથા ડો.નિરલ મેહતાએ ૧૦ ગીતોની મેડલી સિંક્રોનાઈઝેશનપૂર્વક એટલી કુનેહ થી ગાઈ કે લોકોને ખબરનાં પડી કે કયારે એક ગીતમાં થી બીજા અને બીજા માં થી ત્રીજા, અને એમ કરતા કરતા ૧૦ ગીતો ની મેડલી, નવા ગીતો ''લડકી આંખ મારે અને ઢીંકા ચીકા ઢીંકા ચીકા'' સાથે પૂરી થઈ ગઈ. ભરતભાઈ કારિયા કે જેમની નાસાઝ તબિયત છતાં સંગીત પ્રત્યે નાં પ્રેમને કારણે ૨ ગીતો ''ઝીંદગી એક સફર હૈ સુહાના અને નખરેવાલી''ગાયા અને લોકોએ તેમને સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું.

રીપલબેન છાપીયાએ લંડનથી  આવીને, સીધા જ સ્ટેજ ઉપર જઈને લતાજીના ૨ ગીતો ગાઈને મ્યુઝિક પ્રત્યેનો પોતાનો લગાવ દર્શાવ્યો હતો. ધીરેન પટેલે મેઈલ-ફીમેઇલ અવાજમાં ૨ ડ્યુએટ ગાઈને, મેઈલ માં થી ફીમેઈલના અવાજમાં તુરત જ સ્વીચ-ઓવર કરવાની ખૂબી થી લોકોને અચંબિત કરી દીધા. સુનીલ ગઢિયા એક પ્રોફેશનલ સીંગર છે અને વોઈસ ઓફ કીશોકુમારએ તેમની ઓળખ છે, તેમણે સૂરતાલનાં સ્ટેજ પર થી પ્રથમ વખત ''કિતને સપને કિતને અરમા'' ગાઈને એમ કહ્યું કે  ''પ્રોફેશનલ કે નોન-પ્રોફેશનલ'' જેવું કાઈ હોતું જ નથી માત્ર લગન થી કામ કરવામાં આવે તો ડોકટરો, સીએ કે ઇન્કમ-ટેક્ષ નાં લોકો પણ  પ્રોફેશનલ ગાયક જેવું જ ગાઈ શકે છે. મહેશભાઈ કોટક કે જે ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ છે તેઓ સૂરતાલ ગ્રુપનાં સૌથી વયસ્ક સીંગર છે તેમણે પણ હેમંતકુમાર નાં આબેહુબ અવાજમાં ગીત ગાઈને એ સાબિત કરી દીધું કે સંગીતને ઉંમર સાથે કોઈ નિસ્બત નથી. તેમ શ્રી પરીમલભાઈ ઘેલાણી (મો.૯૮૨૪૦ ૪૦૬૪૪)ની યાદીમાં જણાવાયું છે.

(3:52 pm IST)