Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

નવાગામ પાસે હરેશ પલાડીયાના કવાર્ટરમાંથી ૧૩૨ બોટલ દારૂ જપ્ત

રાજકોટઃ. શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી બી-ડિવીઝન પોલીસ મથકના પીઆઈ વી.જે. ફર્નાન્ડીઝના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એમ. ઝાલા, એએસઆઈ એસ.ડી. પાદરીયા, હેડ કોન્સ. વી.જે. ધગલ, હેડ કોન્સ. મોહસીનખાન, મનોજભાઈ, મહેશભાઈ, કિરણભાઈ, હંસરાજભાઈ, એભલભાઈ, હરપાલસિંહ તથા કેતનભાઈ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે વિરમભાઈ, મહેશભાઈ અને કિરણભાઈને મળેલી બાતમીના આધારે નવાગામ ન્યુ શકિત સોસાયટી શેરી નં. ૭ મા આવેલા છપ્પનીયા કવાર્ટરમાં દરોડો પાડી કવાર્ટરમાંથી રૂ. ૩૯૬૦૦ની કિંમતનો ૧૩૨ બોટલ દારૂ અને બે મોબાઈલ મળી રૂ. ૪૦,૬૦૦ની મત્તા કબ્જે કરી હતી. જ્યારે કવાર્ટર માલિક હરેશ વીહા પલાળીયા નાશી જતા તેની શોધખોળ આદરી છે.

(3:42 pm IST)