Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

પારડીમાં રંજનબેન પર છરીથી હુમલો

લોધીકાના જૂની મેંગણી ગામે રસીકભાઈ સોજીત્રા પર લાકડીથી હુમલો

રાજકોટ, તા. ૨૯ :. શાપર-વેરાવળના પારડી ગામે રૂપિયાની ઉઘરાણી બાબતે મહિલા પર છરીથી હુમલો થયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ પારડી ગામે રહેતા રંજનબેન પ્રવીણભાઈ મકવાણા પર મયુર ચાવડાએ છરીથી હુમલો કરી ઈજા કરી હતી. તેમજ મયુરના પત્નિ મિતલબેને રંજનબેનનું માથુ દિવાલમાં ભટકાડી ઈજા કરી હતી અને રાહુલે મદદગારી કરી હતી. ઉકત ત્રણેય આરોપીઓએ વિજયને રૂપિયા આપેલ હોય તેની ઉઘરાણી બાબતે વિજયને માર મારતા વચ્ચે પડેલ રંજનબેન પર હુમલો કર્યો હતો. આ અંગે રંજનબેને ઉકત ત્રણેય શખ્સો સામે ફરીયાદ કરતા શાપર પોલીસે તપાસ હાથ ધરી છે.

તેમજ લોધીકાના જૂની મેંગણી ગામે રહેતા રસીકભાઈ જેરામભાઈ સોજીત્રા (ઉ.વ. ૫૫) પર તે જ ગામના રમેશ નરશીભાઈ, અંકુર રમેશભાઈ તથા જયદીપ રમેશભાઈ લાકડીથી હુમલો કરી માર માર્યો હતો. આડા સંબંધ બાબતે ગામમાં વાતો થતા તેનો ખાર રાખી હુમલો કરાયો હતો. આ અંગે ત્રણેય શખ્સો સામે ફરીયાદ થતા લોધીકા પોલીસે તપાસ હાથ ધરી છે.

લોધીકા પશુ દવાખાનામાંથી તસ્કરો ફ્રીઝ ચોરી ગયા

લોધીકામાં જઈબી સબ સ્ટેશન પાસે આવેલ પશુ દવાખાનામાં તસ્કરોએ પ્રવેશ કરી એલ.જી. કંપનીનું ફ્રીઝ કિં. ૧૪૯૫૦ ચોરી કરી ગયા હતા. આ અંગે ફરીયાદ થતા લોધીકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:33 pm IST)