Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

રહેઠાણ બનાવવામાં કૃત્રિમતાને બદલે કુદરતીનો ઉપયોગ કરીએ

ઘર સાંભળતા જ મનમાં હાશ થઇ  આવે. રોજની ભાગદોડ ભરી જીંદગીમાં થાકીને અંત તો ઘર જ યાદ આવે. ઉપરવાળાએ આપણી માણસ જાતને આગવી સમજ આપી છે. એટલ જ આપણે સાચુ ખોટુ સારૂ-ખરાબ પારખી શકીએ છીએ પણ કોણ જાતે કેમ આજે માણસ બહુ જ સ્વાર્થી થઇ માત્રને માત્ર પોતાને માટે જ વિચારે છે. ગ્લોબલ વોર્મિંગ, ઇકો ફેન્ડલી અને ઓરગેનીક જેવા વિષયો ઉપર ચર્ચા કરી મહાનતાનો અનુભવ કરે છે. પણ ખરેખર શું આપણે આ વિષયો ઉપર જાગૃત છીએ ખરા ?

ખેર, પણ જ્ઞાની બાબા થયા વિના સીધો જ મુ્દ્રા ઉપર આવુ તો અત્યારના કન્સ્ટ્રકશન અને ભાગદોડ ભરી લાઇફસ્ટાઇલ પર્યાવરણ ઉપર બહુ જ ખરાબ અસર પડે છે માટે ગ્રીન ફીલોસોફી રોજબરોજના જીવનમાં ઉતારી એ અનુકરણ કરી આપણું ઘણું જ બધુ કરી શકીએ એમ છીએ.

સાવ બેઝિક વાત કરીએ તો જરૂરીયાતોને અગ્રીમતા આપી આધુનિક સવલતોને ગુડબાય કહી શકાય. કુદરત આપણને ઘણું બધુ આપે છે. આપણે તો માત્ર જોલી ફેલાવવાની જરૂર છે.

આપણા દ્વારા વધારેમાં વધારે ઇલેકટ્રીક એનર્જીનો દુરૂપયોગ થાય છે જેના ઉપાય રૂપે વધુમાં વધુ કુદરતી લાઇટ અને હવા મળી રહે એવું આર્કિટેકચર અને ઇન્સ્ટીરીયર ડિઝાઇન કરી શકાય. નોર્થ વાઇટ અને સાઉથ બ્રીઝ (મંદ મંદ પવનની લહેર) આપણા માટે વરદાન રૂપ છે જેમ કે નોર્થ લાઇટ ફકત ઉજાસ આપે છે નહિ કે ગરમી અને સાઉથ પવન ઠંડક આપે છે. આર્ટીફીશીયલ લાઇટીંગ મીનીમાઇઝ કરી અને જે જોઇએ છે પણ ઇએમડી લાઇટસ વડે મીનીમમ જરૂરીયાત મુજબ જ કરવું.

કન્ટ્રકશનથી ચાલુ કરીને ઇન્ટીરીયર સુધી તમામ મટીરીયલ પસંદ કરવામાં ધ્યાન આપવું જેમકે બને ત્યાં સુધી નેચરલ ફોમમાં જ મટીરીયલ વાપરવુ઼. જેમકે, ફલોરીંગમાં સ્ટોન વોટર બેઇઝ પેઇન ફર્નીચર કે જેમાં નહિવત કે ઓછા પ્રમાણમાં કેમીકલ્સ વપરાતા હોય એવું મટીરીયલ પસંદ કરવૂ઼. લાઇટસમાં ઓછા વોટસ તથા વધારે પ્રકાશ આપતા હોય તેવા ડીકચર્સ પસંદ કરવા. ખાસ જરૂરી બાબત પાણી વોટર સેવિંગ બાથરૂમનું ફીટીંગ અવેલેબલ છે જે આપણી જરૂરીયાત મુજબ અપનાવી શકાય. ફીમ ફલો નળ, હાફ તથા ફુલ ફુલશીંગ સીસ્ટમ, કમોડ તથા બેઝિનની ડિઝાઇન કે જેમાં ઓછું પાણી વપરાતુ હોય તેવુ઼ આયોજન કરવુ઼ જોઇએ. અલબત સોલાર વોટર હીટરનો ઉપયોગ પણ ઘણી જ ઇલેકટ્રીસીટી બચાવે છે.

ફર્નિચરમાં વિનિયર કરતા લેમિનેટસનો ઉપયોગ કરી શકાય કે જે સસ્તુ અને સરળ સારસંભાળવાળુ હોય છે. સોફામાં આર્ટીફીશીયલ લેધરના ઓપ્શનમાં નેચરલ ફેબ્રીક વાપરવું. ઓવર ઓલ વપરાશમાં સેનથેટીક કે પ્લાસ્ટીક બેઇઝ મટીરીયલ અવગણવુ કે જે બેઝિકલી ગરમ લાગે છે. આપણે રેકાઝીનના સોડા ઉપર ગરમીનો અનુભવ કરતા જ હોઇએ છીએ ફોમ કે સ્પ્રીંગ મેટ્રેસીસ ભલે ટ્રેન્ડમાં હોય પણ રૂના ગાદલા જેવી મજા તથા હેલ્થીનેસ તો એક પણમાં નથી.

હવા, ઉજાસ, પાણી, લાકડુ અને બીજું ઘણુ બધુ કુદરત વાસણ લઇ તો લીધુ તો હવે તે રીટર્ન કરવાનો સમય આવી ગયો છે.

બહુ મોટી વાત નથી, બસ બને તેટલા ઝાડ, છોડ, ઇનડોર પ્લાન્ટસ કાંઇપણ તમારાથી થાય તે અને શકય હોય તેટલી કવોન્ટીરીમાં જરૂરથી વાવવા, જેમ આપણે આ પૃથ્વી ઉપરનો એક જીવ છીએ અને જીવીએ છીએ તેમ બીજા પણ જીવને જીવવાનો તેટલો જ હકક છે. માટે આપણી ફરજમાં આવે છેે આપણે આપણી સગવડતા માટે તેના નાશ ન કરવો જોઇએ બલ્કે આપણે વૃક્ષોને પણ આપણી જગ્યામાં સ્થાન આપવું જોઇએ.

Less is more (થોડામાં ઘણું) જરૂરીયાતો ઘટાડી કુદરતના બોડે મોજથી જીવી શકાય. આપણા બાળકોને આપણે ચકલા, કાગડા, પોપટ લાઇવ દેખાડવા છે કે ફકત ગુગલ પર જ ? તે આપણા જ હાથમાં છે.

- મુકુન્દ પાલા

(ઇન્ટીરીયર આર્કિટેકટ)

(3:42 pm IST)