Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

વોર્ડ નં.૪માં ડામર કામનો પ્રારંભ : કોંગી કોર્પોરેટરો અને લતાવાસીઓ દ્વારા ખાતમુર્હુત

રાજકોટ : મ.ન.પા.ના કોંગ્રેસ પક્ષના વોર્ડ નં.૪ના જાગૃત કોર્પોરેટરશ્રીઓએ આજરોજ રપ લાખના ખર્ચે રાજલક્ષ્મી સોસાયટી મેઇન રોડ નાની ફાટક પાસેના રોડને પેવર કામ કરવાનો પ્રારંભ કરવામાં આવેલ હતો. આ તકે કોંગ્રેસ કોર્પોરેટરો રેખાબેન ગજેરા, સીમ્મીબેન જાદવ, વોર્ડ પ્રમુખ કલ્પેશભાઇ પીપડીયા, આગેવાનો ઠાકરશીભાઇ ગજેરા, અનિલભાઇ જાદવ, પરસોતમભાઇ લીંબાસીયા, રામભાઇ આહીર, સંદીપભાઇ મહેતા, જીગ્નેશભાઇ રામાવત, અતુલભાઇ કમાણી, ભરતભાઇ પીપડીયા, નિલેશભાઇ પાંભર, સોસાયટી અને વિસ્તાર આગેવાનો, નવલભાઇ સોરઠીયા, સુભાષ ગોસાઇ, રમેશભાઇ ભંડેરી, ધવલભાઇ સોલંકી, ભાવેશ બુસા, સચીન પડીયા, સરોજબેન લીંબાસીયા, સોનલબેન વિઠલાણી, નીતાબેન ચોરણીયા, ભાનુબેન સંખાવરા, લીનાબેન પાંભર, ઉષાબેન ગોસ્વામી, ઉર્વષીબેન સોની, સંગીતાબેન રામાવત, શાંતાબેન ઠુંમર વગેરે વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને મીઠા મોઢા કર્યા હતા. વિસ્તારવાસીઓમાં ખુશીની લાગણી ફેલાઇ હતી તેવી કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની યાદી જણાવે છે.

(3:16 pm IST)