Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

સ્પોર્ટસ શિક્ષક પટેલ યુવાન જ્યુપિલનો શિક્ષીકા પર બળાત્કાર-સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્યઃ ધરપકડ

વિડીયો વાયરલ કરવાની અને પતિ તથા પુત્રને મારી નાંખવાની ધમકી આપી શોષણ કર્યાનો આરોપ : ૨૦૧૬માં બંનેની સાથે નોકરી કરતી વખતે ઓળખાણ થઇઃ ૨૦૧૭માં 'હું ફસાઇ ગયો છું કહીને ગેસ્ટહાઉસમાં લઇ ગયો અને એ પછી વિડીયો ઉતારી લીધો છે, વાયરલ કરી દઇશ કહી વારંવાર દૂષ્કર્મ કર્યુઃ જ્યુલિપના કહેવાથી મહિલાએ પતિને છૂટાછેડા પણ આપી દીધા'તા : ખોટુ થઇ ગયાનો અહેસાસ થતાં મહિલા છૂટાછેડા કેન્સલ કરી ફરીથી પતિ સાથે રહેવા માંડી

રાજકોટ તા. ૨૯: શહેરની અંબિકા ટાઉનશીપ હેવન ફલેટ નં. ૧૦૨માં રહેતાં અને સ્પોર્ટસ શિક્ષક તરીકે અગાઉ નોકરી કરી ચુકેલા  જ્યુપિલ જયસુખભાઇ પટેલ (ઉ.૩૬) નામના પરિણીત યુવાને શિક્ષીકાને ફસાવ્યા બાદ તેને ગેસ્ટહાઉસમાં લઇ જઇ બળજબરી કરી એ પછી તેનો વિડીયો ઉતારી લીધો છે, વાઇરલ કરી દઇશ...તેવી ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજારતાં અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ આચરતાં વાત પોલીસ સુધી પહોંચતા મહિલા પોલીસે ગુનો દાખલ કરી આ શિક્ષકની ધરપકડ કરી છે. મહિલાના પતિ અને પુત્રને મારી નાંખવાની ધમકી પણ આ શખ્સ આપતો હોવાનો ફરિયાદમાં આરોપ મુકાયો છે.

પોલીસે ભોગ બનેલી  શિક્ષીકા મહિલાની તરીકે ફરિયાદ પરથી જ્યુપિલ પટેલ સામે આઇપીસી ૩૭૬, ૩૭૭, ૩૨૩, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે.  ફરિયાદમાં જણાવાયું છે કે ૨૦૧૧થી મહિલા શહેરની એક સ્કૂલમાં શિક્ષીકા તરીકે નોકરી કરતાં હતાં. આ સ્કૂલમાં જ્યુપિલ પટેલ ૨૦૧૬માં સ્પોર્ટસ ટીચર તરીકે જોડાયો હતો. ત્યારે બંને વચ્ચે ઓળખ થઇ હતી. એ પછી ૨૦૧૭માં જ્યુપિલે પોતે ફસાઇ ગયો છે, મુશિબતમાં છે તેમ કહી લાગણી મેળવી હતી અને એક દિવસ શિક્ષીકાની જંકશન રોડ પર ગૂડલક ગેસ્ટહાઉસમાં લઇ ગયો હતો અને ત્યાં બળજબરી કરી લીધી હતી.

ત્યારપછી જ્યુપિલે ગેસ્ટહાઉસમાં વિડીયો બનાવી લીધો છે, તે વાયરલ કરી દેશે તેવી ધમકીઓ આપી તેમજ શિક્ષીકાના પતિ અને પુત્રને મારી નાંખવાની ધમકી આપી તેની સાથે દૂષ્કર્મ કરવાનું ચાલુ રાખ્યું હતું. તે ગૂડલક ગેસ્ટ હાઉસમાં,  ભોગ બનનાર મહિલાના ઘરે તથા ટી.એન. રાવ કોલેજ પાછળ આવેલા મકાને શિક્ષીકાને લઇ જતો હતો અને બળજબરી આચરતો હતો. એટલુ જ નહિ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ આચર્યુ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે જ્યુપિલ સાથે ઓળખાણ થયા બાદ તેણે શિક્ષીકાને છૂટાછેડા લઇ લેવા કહેતાં શિક્ષીકાએ પતિ સાથે છૂટાછડા પણ લઇ લીધા હતાં. જો કે બાદમાં તેણીને છૂટાછેડા તે ખોટુ થયું તેનો અફસોસ થતાં છૂટાછેડા કેન્સલ કરાવ્યા હતાં. સ્પોર્ટસ શિક્ષકે કરેલા શોષણનો મામલો  હવે પોલીસ સુધી પહોંચતા મહિલા પી.આઇ. એસ.આર. પટેલની રાહબરીમાં પીએસઆઇ એન. બી. ડોડીયાએ ગુનો દાખલ કર્યો હતો. આગળની તપાસ પીએસઆઇ એન.એસ. સવનીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

(3:42 pm IST)