Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

રાજકોટમાં ર જુને UPSC પરીક્ષાઃ ૧ કલાસમાં ર૪ વિદ્યાર્થી ૧૦ દિવ્યાંગ માટે અલગ કેન્દ્રઃ તેમને ૪૦ મીનીટ વધુ મળશે

રાજકોટ તા. ર૮ : આગામી તા.ર જુને રાજકોટમાં IAS-IRS-IPS માટે યુપીએસસીની પરીક્ષા લેવાશે, સતત છઠ્ઠા વર્ષે કલેકટર તંત્રને આ માટે સુકાન સોંપાયું છે.

યુપીએસસી પરીક્ષામાં રાજકોટમાં કુલ ૧૩ કેન્દ્રો ઉપર ૩૮૧૦ વિદ્યાર્થી પરીક્ષા આપશે, બે પેપર રહેશે, સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ અને બપોરે  ર-૩૦ થી પ-૩૦નો સમય રખાયો છે.

દરેક કલાસમાં કુલ ર૪ વિદ્યાર્થીઓ-કલાસ દીઠ બે સુપરવાઇઝર, કેન્દ્ર સંચાલક અને ૧-૧ ઇમેજીલેટરની નિમણુંક કલેકટર દ્વારા કરાઇ છે.

આ વખતે પહેલી વખત એડમીટ કાર્ડ રાખવું ફરજીયાત બનાવાયું છે સાથોસાથ ફોટો આઇકાર્ડ પણ  રાખવાનું રહેશે.

રાજકોટમાં કુલ ૩૮૦૦માંથી ૧૦ વિદ્યાર્થીઓ દિવ્યાંગ પણ છે, તેમની માટે યુનિ.રોડ ઉપર આવેલ કનલેશન બિલ્ડીંગમાં અલગથી કેન્દ્ર ઉભુ કરાયું છે, આ તમામ ૧૦ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ૪૦ મીનીટ વધુ સમય પેપર માટે અપાશે.

(3:47 pm IST)