Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ગીરસદાર ક્ષત્રીય રાજપુત સમાજના યુવાનો માટે ૫ જુનથી રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટ

ચેમ્પિયન ટીમને ૩૧ હજાર, રનર્સઅપને ૨૧ હજાર રોકડા ઈનામોઃ એન્ટ્રી ભરી દેવી

રાજકોટ,તા.૨૯: રોયલ રાજપુતાના યુવા ગ્રુપ આયોજીત સ્વ.મહિપતસિંહ એમ.જાડેજા ઘંટેશ્વર ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ ગીરાસદાર ક્ષત્રિય રાજપુત સમાજના યુવાનો માટે રાત્રીપ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું ધમાકેદાર આયોજન કરેલ છે.

ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા સમાજના યુવાનોમાં સંગઠન અને એકતાના ગુણો વિકશે, સમાજ વ્યસન મુકત બને અને જીવનમાં સ્પોર્ટસમેન સ્પીરીટ આવે તેવા ઉમદા હેતુથી આ ટૂર્નામેન્ટ પી.ડી.માલવીયા કોલેજના ગ્રાઉન્ડમાં તા.૫જુનથી થી તા.૧૫જુન દરમ્યાન રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે.

પી.ડી.એમ ગ્રાઉન્ડ ૮ લાઈટીંગ ટાવરથી ઝળહળી ઉઠશે. ઈન્ટરનેશનલ કક્ષાનું ક્રિકેટ ગ્રાઉન્ડ હોય અને ૨૦- ૨૦ મેચ રમતા હોય તે પ્રકારનો માહોલ બનાવવા યુવાનો મહેનત કરી રહેલ છે.

આ ટૂર્નામેન્ટમાં વિજેતા ટીમને રૂ.૩૧ હજાર રોકડા તથા રર્નસઅપ ટીમને ૨૧હજાર તથા મેન ઓફ ધ સીરીઝ, મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ બેસ્ટમેન વગેરે ઈનામોથી નવાજમાં આવશે એન્ટ્રી ફ્રી ૫ હજાર રાખવામાં આવેલ છે. બહાર ગામ થી આવતી તમામ ટીમને જમવાની વ્યવસ્થા ગ્રાઉન્ડ પર રાખેલી છે.આ ટુર્નામેન્ટને સફળ બનાવવા ખોડુભા જાડેજા- ઘંટેશ્વર, સુરેન્દ્રસિંહ વાળા - શહેર ભાજપ આગેવાન, ગીરીરાજસિંહ જાડેજા- પડવલા, પ્રવીણસિંહ ચુડાસમા,  અજયસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા (ન્યુસહિયર), જયેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા- પડવલા, રાજવીરસિંહ વાળા, મહિપાલસિંહ જાડેજા, વિજયસિંહ રાઠોડ (આશાપુરા), મયુરસિંહ જાડેજા (રીબડા), દિલીપસિંહ રાઠોડ, ધર્મરાજસિંહ ચુડાસમા, રાજભા પરમાર, પરાક્રમસિંહ ગોહિલ, વિજયસિંહ ગોહિલ, કુમારસિંહ રાણા, અજયરાજસિંહ રાયજાદા, પૃથ્વીસિંહ સરવૈયા, કુલદિપસિંહ ઝાલા, કુલદિપસિંહ જાડેજા, હેમેન્દ્રસિંહ જાડેજા (ચિકુભાઈ), પિન્ટુભાઈ, ધમભા ઝાલા (ખાટડી), ક્રષ્ણસિંહ જાડેજા (રાજકોટ શહેર કરણીસેના પ્રમુખ), વિસુભા વાળા, ક્રીષ્નાપાલસિંહ વાળા વગેરે જહેમત ઉઠાવી રહેલ છે.

ફોર્મ સ્વીકારવા માટે દિલીપસિંહ રાઠોડ મો.૯૯૭૯૭ ૯૯૯૯૭, ધર્મરાજસિંહ ચુડાસમા મો.૯૯૭૪૯ ૫૫૫૫૦, રાજભા પરમાર મો.૯૯૭૮૯ ૯૦૦૯૯નો સંપર્ક કરવો.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:36 pm IST)