Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

શુભમ સ્કૂલ ધો. ૧૦-૧૨નું જવલંત પરિણામઃ ઉજવણી

 રાજકોટ : કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ શ્રી શુભમ્ સ્કૂલમાં માર્ચ-૨૦૧૮ ધોરણ ૧૦-૧૨ના શ્રેષ્ઠ પરિણામ બાદ ધમાકેદાર ઉજવણી કરવામાં આવી જેમાં ધોરણ -૧૨ સાયન્સમાં માલવીયા કિશન ૯૯.૩૧ પી.આર સાથે પ્રથમ. ચોેહાણ કિન્નરી ૯૯.૦૩ પી.આર. સાથે દ્વિતીય અને ડોબરીયા વિકાસ ૯૬.૨૮ પી.આર. સાથે તૃતિય નંબર મેળવેલ છે. તથા JEEઅને GUJCAT માં પણ શ્રેષ્ઠ પરિણામ મેળવેલ છે. A ગ્રૃપના ૧૮ વિદ્યાર્થીઓમાંથી ૬ વિદ્યાર્થીઓ JEE ADVANCED માટેકવોલીફાઇડ થયા છે. આવી જ રીતે ધોરણ-૧૦માં કંડોલિયા વિવેક ૯૯.૫૨ પી.આર (A1 ગ્રેડ), પરમાર ધ્રૃતિ ૯૯.૩૯ પી.આર (A1ગ્રેડ), વસાણી પાર્થ ૯૯.૩૯ પી.આર(A1ગ્રેડ) પ્રાપ્ત કરેલ છે. સમગ્ર કોઠારીયા રોડ વિસ્તારમાં દર વર્ષની માફક ધોરણ -૧૦ અને ધોરણ-૧૨ (સાયન્સ-કોમર્સ) માં સોૈથી ઉંચુ અને શ્રેષ્ઠ પરિણામ આપવાની પરંપરા જાળવી રાખી છે. આ શ્રેષ્ઠ પરિણામ માટે શાળાના સંચાલક અવધેશભાઇ કાનગડનું ઉમદા સંચાલન તથા અનુભવી અને તજજ્ઞ શિક્ષકોની ટીમનો સિંહફાળો રહયો છે. વિદ્યાર્થીના સર્વાગી વિકાસ અને કારકિર્દી ઘડતર માટે હંમેશા તત્પર રહેતા શાળાના સંચાલક જયંતભાઇ કાનગડ અને અવધેશભાઇ કાનગડ આધુનિક દ્રષ્ટિકોણને મહત્વ આપીને શાળામાં અતિ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. તેમજ સહ અભ્યાસિક પ્રવૃતિઓ જેવીકે, વાર્ષિકોત્સવ,  મોટીવેશન સેમિનાર, સ્પોર્ટસ, તહેવારની ઉજવણી વગેરે દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓને બહાર લાવવાનું કાર્ય કરે છે. ગુજરાતી માધ્યમની સાથે આજે પ્લે હાઉસથી ધોરણ-૧૦ સુધીની અંગ્રેજી માધ્યમની શાળા પણ છેલ્લા ૩ વર્ષથી કાર્યરત છ. જેમાં મોર્ડન પધ્ધતિથી શૈક્ષણિક કાર્ય ચલાવવામાં આવે છે.

(4:33 pm IST)