Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

સામાકાંઠે ૧૬ સ્થળોએથી છાપરા, ઓટા, બોર્ડના દબાણો તોડી પડાયા

ઇસ્ટ ઝોનની ટી.પી. શાખા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત કબિર વન મેઇન રોડથી કુવાડવા રોડ સુધી પાર્કિંગ - માર્જીનમાં ખડકાયેલ ગેરકાયદે બાંધકામોનું ડિમોલીશન

ડિમોલીશન : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વન વીક વન રોડ અંતર્ગત આજે સવારે શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કબીર વન મેઇન રોડથી કુવાડવા  રોડ સુધીમાં માર્જીન તથા પાર્કિંગની જગ્યામાં થયેલ ઓટા, છાપરા, હોર્ડીંગ બોર્ડના દબાણો દુર કરાયા તે વખતની તસ્વીર નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૯ : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વન વીક વન રોડ અંતર્ગત આજે સામાકાંઠા વિસ્તારના કબીર વન મેઇન રોડથી કુવાડવા રોડ સુધીમાં ૧૬ સ્થળોએથી છાપરા, ઓટા હોર્ડીંગ બોર્ડના દબાણો દુર કરી પાર્કિંગ - માર્જીનની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ કમિશ્નર બંછાનિધિ પાનીની સૂચના અનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં કબીરવન મેઈન રોડથી કુવાડવા રોડ પર 'વન વીક વન રોડ અંતર્ગત' વોર્ડ નં.૫ તથા ૬ માં પાર્કીંગ તથા માર્જિનમાં થયેલ દબાણ/ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ડિમોલિશન હાથ ધરવામાં આવેલ છે. જેમાં  પાર્થ ઈમીટેશન કબીરવન મેઈન રોડ જલગંગા ચોક સંતકબીર રોડ, , સરદાર સેના ગ્રુપ કબીરવન મેઈન રોડ, કે.ડી. કોમ્પ્લેક્ષ સંતકબીર રોડ, વિષ્ણુ ખમણ હાઉસ ગોવિંદ બાગ મેઈન રોડ,  શિવ શકિત પ્રોવીઝન સ્ટોર ગોવિંદ બાગ મેઈન રોડ, કપડાઝ ગોવિંદ બાગ મેઈન રોડ  રામ મંદિર કોલ્ડ્રીંકસ ગોવિંદ બાગ મેઈન રોડ, સિધ્ધેશ્વર પેલેસ શ્રીરામ બ્યુટી જીલ ગોવિંદ બાગ મેઈન રોડ, ખોડલદિપ મોબઈલ ઝોન રણછોડવાડી ૧ ની સામે, રાજકોટ પ્રોપર્ટી પોઈન્ટ રણછોડવાડી ૧ની સામે, સ્ટાર ચાઈલ્ડ પ્રિસ્કુલ રણછોડવાડી ૧ પાસે, મારૂતિ મોબઈલ રણછોડવાડી ૧ પાસે, જય ખોડીયાર ફરસાણ, કાંતિભાઈ પટેલ આર.કે.કોમ્પલેક્ષ રંગાણી હોસ્પિટલ પાસે, મહાવીર પાઉંભાજી બાલક હનુમાન ચોક સહિત ૧૬ સ્થળોએથી ઓટા, હોર્ડીંગ બોર્ડ, છાપરાના દબાણ દુર કર્યા હતા.

આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખા ઈસ્ટ ઝોનના આસિ. ટાઉન પ્લાનર જી.ડી.જોષી તથા અન્ય ઈસ્ટ ઝોનનો તમામ ટી.પી. સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત સ્થળ પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો સ્ટાફ તેમજ દબાણ હટાવ શાખાના અધિકારી બી. બી. જાડેજા તથા તેમનો સ્ટાફ તથા રોશની શાખાનો સ્ટાફ હાજર રહેલ. આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર રહ્યા હતા.

(4:26 pm IST)