Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ડુપ્લીકેટ 'બાબુ ચુનો' બનાવનાર ઝડપાયા ૧૦ લાખનો માલ, ડુપ્લીકેટ ડાઇ કબ્જે કરાઇ

રાજકોટ, તા., ર૯: રાજકોટ શહેરના જાણીતા બાબુ ચુનો બ્રાન્ડના માલીક પુરૂષોતમભાઇ ધરમશીભાઇ લુણાગરીયાએ પોતાની બ્રાન્ડના નામનો ઉપયોગ કરી પોતાના જેવા કલર દેખાવ ગેટઅપ પોતાના બાબુ ચુના જેવો બનાવી સમગ્ર રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં માલનું મોટા પાયે વેચાણ થતુ હોવાનું માલુમ પડતા કોઠારીયા રોડ ઉપર માલ બનાવતા મહેશ ધનજી રામાણી, સંદીપ રવજીભાઇ નસીત તથા ઉમેશ રવજી નસીત સહીત આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તમામની ધરપકડ કરેલ હતી.

પોલીસ એસ.પી.પ્રોડકટસ નામે બાબુ ચુના પાર્સલ ચુના પેકીંગનું કોપી રાઇટ રજીસ્ટ્રેશન બ્રાન્ડ નેઇમનું કરાવેલ હોવા છતા પણ આ રાજ બાબા તથા ગણેશ બ્રાન્ડ નામે ચુનાની પડીકી બનાવનાર ઉર્મીશ, મહેશ તથા સંદીપની પીએસઆઇ કડછાએ તપાસ કરી અને ત્રણેયના કબ્જામાંથી કોપી રાઇટ એકટના ભંગના ગુન્હા સબબ ચુનાનું નકલી વેચાણ કરતા હોય પાંચ મશીનો જેમાંથી ચાર નાની પડીકી બનાવવાના અને ૧ મશીન મોટા પાઉચ બનાવવાનું કબજે કરેલ હતું. આ ત્રણેયને સાથે રાખી પીએસઆઇ કડછાએ ઘનીષ્ઠ તપાસ કરતા ડુપ્લીકેટ ડાઇઓ, પ્લાસ્ટીકના પ્રીન્ટીંગ કરેલ રોલ તથા સીતેર થેલા તૈયાર માલ કબ્જે કરેલ હતો.

આ અગાઉ પણ આ ર૦૧ર તથા ર૦૧૩ માં પણ બાબુ ચુનાના નામે ડુપ્લીકેટ માલ બનાવતા મહેશ ધનજી રામાણી, ઉમેશ રવજીભાઇ નસીત સહીતનાને પોલીસે ધરપકડ કરી અને મુદામાલ કબ્જે કરેલ હતો. બાબુ ચુના સૌરાષ્ટ્ર-કચ્છમાં ધૂમ વેચાણ થતું હોય ડુપ્લીકેટ માલ બનાવી ભળતી ડિઝાઇન નામનો ઉપયોગ કરી  ટુંકા ગાળામાં કમાઇ લેવાની નીતીથી પોલીસ ફરીયાદમાં આરોપીની ધરપકડ કરાઇ છે.

આ બાબુ ચુનાના ડુપ્લીકેટ ઉત્પાદન કરનાર સામે પોલીસ લાલ આંખ કરી મુદામાલ કબ્જે કરતા ડુપ્લીકેટ માલ બનાવનારાઓમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે.

(4:26 pm IST)