Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

વૃધ્ધે ઉંઘની અને મહિલાએ તાવની વધુ પડતી દવા પી લીધી

રાજકોટ તા. ૨૯: સંત કબીર રોડ પર ગઢીયા નગર-૧૪માં રહેતાં હસમુખભાઇ શાંતિલાલ કોટેચા (ઉ.૬૨) રાત્રે દોઢ વાગ્યે ઉંઘની વધુ પડતી ગોળી પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં ઢાંઢણી ગામે રહેતી શિલ્પાબેન મહેશભાઇ પરમાર (ઉ.૩૨) તાવ-શરદી-ઉધરસની દવા ચાલુ હોઇ તે વધુ પી જતાં તબિયત બગડતાં સારવાર માટે સિવિલમાં દાખલ કરાઇ હતી. હોસ્પિટલ ચોકી મારફત આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.

બેડી ગામે ગીતાબેન દાઝયા

બેડી ગામે રહેતાં ગીતાબેન સુખાભાઇ સોલંકી (ઉ.૪૨) નામના કોળી મહિલા સ્ટવ પર રસોઇ બનાવતાં હતાં ત્યારે ફુંક મારીને સ્ટવ ઠારવા જતાં ભડકો થતાં દાઝી જતાં સિવિલમાં દાખલ કરાયા છે.

બાળકી દાઝી ગઇ

દુધ સાગર રોડ પર જગદીશનગરમાં રહેતી રાની બ્રિજેશ મિશ્રા (ઉ.૯) કૂકરમાંથી ગરમ દાળ ઉડતાં દાઝી જતાં સિવિલમાં દાખલ કરવામાં આવી છે.

(4:13 pm IST)