Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

કરાઓકેના ગીતોનો ઝૂમખો તૈયાર : સૂરતાલ ગ્રુપ ઝૂમાવશે

ડો. કમલ પરીખ - ડો. જનક ઠક્કર - ડો. હિરેન કોઠારી - સીએ પરેશ બાબરીયા - વિજય રાણીંગા- રીપલ છાપીયા - જયશ્રી દવે - ઉર્મી કોટક - ભૂમિ ઠક્કર - તેજસ ત્રિવેદી - ધિરેન પટેલનો સંગાથ : સૂરતાલ કરાઓકે ગ્રુપના નોન પ્રોફેશ્નલ સિંગરો દ્વારા ૬ જૂને રવિવારે યાદગાર ગીતોનો કાર્યક્રમ

રાજકોટ : સૂરતાલ - કરાઓકે ગ્રુપ હંમેશાની જેમ એક નવા જ પ્રકારનાં ગીતોનાં કરાઓકે બનાવી રાજકોટનાં સૂરતાલનાં આમંત્રીતો માટે તા.૨ જૂનના શનિવારે રાત્રે ૯ વાગ્યે હેમુ ગઢવી હોલમાં 'નોન-પ્રોફેશનલ સિંગરો' દ્વારા ગીતો ત્થા નૃત્ય દ્વારા મનોરજન કરવા જઈ રહ્યું છે. રાજકોટના લોકો જાણે છે કે સૂરતાલ ગ્રુપનાં સભ્યોને સતત ૩૦ દિવસની સખત પ્રેકટીસ કરાવ્યા પછી જ સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરવા ગ્રુપનાં મેન્ટર શ્રી પરિમલભાઈ ગ્રીન સિગ્નલ આપતા હોય છે અને એટલે જ લોકો 'સૂરતાલ'નાં કાર્યક્રમની રાહ જોતા હોય છે.

આમંત્રિતોને સમયસર ઇન્વાઇટ કાર્ડ ઘેર બેઠા મળી જશે જેથી કોઈએ સૂરતાલ સ્ટુડીઓએ સંપર્ક કરવાની જરૂર નથી અને શાર્પ ૯ વાગ્યે કાર્યક્રમ શરૂ થઇ જશે તો આમન્ત્રીતોને સમયસર આવી જવા વિનંતી. વહેલો તે પહેલોનાં ધોરણે બેઠક વ્યવસ્થા રાખેલ છે. કોઈએ પોતાની બાજુની સીટ કોઈ બીજા માટે કોઈ વસ્તુ મૂકી રીઝર્વ કરવી નહિ. તેમ શ્રી પરિમલ નથવાણી (મો.૯૮૨૪૦ ૪૦૬૪૪)ની એક યાદીમાં જણાવાયુ છે.

સૂરતાલ ગ્રુપમાં ડોકટર, CA, વેપારી, ગૃહિણીઓ ભાગ લેતા હોય છે જે અમારા ગ્રુપનાં મેમ્બર હોય છે. તે સિવાય આ વખતે પહેલી વખત અન્ય લોકો કે જે ગાવાની સૂઝ ધરાવતા હોય છે, પણ તેમને  સ્ટેજ ઉપર ગાવાનો મોકો નાં મળી શકતો હોય, તેવા લોકોને શોધીને મોકો આપેલ છે. તેમાના એક ભાઈએ તો કદી માઈક પણ હાથમાં લીધેલ નહિ તેમને પરિમલભાઈએ બે મહિના સુધી ટ્રેઈનીંગ આપીને સ્ત્રી અને પુરુષનાં અવાજમાં ડ્યુએટ ગીત તૈયાર કરાવ્યું છે.

એક ગીતમાં તો જુલા સોંગને બદલે ૧૬ ગીતનાં 'મેશ-અપ' નો કરાઓકે ટ્રેક બનાવીને ૭ મિનીટનું ગીત એક ગૃહિણી પાસે બ્રીધલેસ સ્ટાઈલમા તૈયાર કરાવડાવ્યું છે.

એક ગૃહિણી તો ઘણા વખતથી ગ્રુપમાં હોવા છતાં સ્ટેજ પર ગાવા જતાં ગભરાતાં હતા તેમને પણ મેન્ટર પરિમલભાઈએ માનસિક રીતે તૈયાર કરીને આ વખતે ગીતો ગવડાવવા માટે તૈયાર કર્યા છે.

તેજસ ત્રિવેદી ૨૦૧૭ ની ફૂલછાબ દૈનિક અને S.S. કલબ દ્વારા યોજાયેલ 'ઓપન સૌરાષ્ટ્ર કરાઓકે સ્પર્ધા'નાં વિજેતા છે. આમ અનેક મોરનાં પીછાને ભેગા કરીને એક સુંદર કરાઓકે ગીતોનો ઝૂમખો તૈયાર કર્યો છે.

આ કાર્યક્રમમાં ડો.કમલ પરીખ, ડો.જનક ઠક્કર, ડો.હિરેન કોઠારી, સીએ પરેશ બાબરિયા, વિજય રાણીંગા, રીપલ છાપીયા, જયશ્રી દવે, ઊર્મિ કોટક, ભૂમિ ઠક્કર ત્થા આમંત્રિત તરીકે તેજસ ત્રિવેદી અને ધીરેન પટેલ ભાગ લઇ રહ્યા હોવાનું જણાવાયું છે.

(4:12 pm IST)