Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

૪ જુને ફોર્ડ કંપનીમાં દીવ્યાંગો માટે ભરતી મેળો

ધો.૧૨ પાસ, આઈ.ટી.આઈ. અને ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે

રાજકોટ,તા.૨૯: બ્લાઈન્ડ પીપલ એસોસિએશન, અમદાવાદ (અંધજન મંડળ), એકસેલેન્સ દિવ્યાંગ ફાઉન્ડેશન, રાજકોટ અને ફોર્ડ કાર કંપની, સાણંદ અમદાવાદના સંયુકત ઉપક્રમે રાજકોટ ખાતે પ્રેમમંદિર નવશકિત મંદબુધ્ધિ સ્કૂલમાં તા.૪ જુનના સવારે ૯:૩૦ કલાકે દિવ્યાંગો માટે ખાસ ભરતી મેળો રાખવામાં આવ્યો છે. આ ભરતી મેળામાં પસંદ થયેલ દિવ્યાંગ ભાઈ- બહેનોને સાણંદ ફોર્ડ કાર પ્લાન્ટમાં અમદાવાદ ખાતે રોજગારી આપવામાં આવશે. આ ભરતી ફોર્ડ પ્લાન્ટની વિવિધતા અને ગુજરાત પ્રત્યેના લગાવને મજબુત કરવાનો હેતુ માત્ર છે.

આ સ્પેશીયલ મેગા ભરતીમાં ઓછી દ્રષ્ટિ (લો વિઝન) તથા હલન ચલનની ખામી (શારીરિક ખોડ) વાળા ઉમેદવાર ભાઈઓ તથા બહેનો રજીસ્ટ્રેશન કરાવી શકશે એના માટે ધો.૧૨ પાસ તથા આઈ.ટી.આઈ અને ગ્રેજયુએટ જેવી લાયકાત જરૂરી છે તેની સાથે જરૂરી માર્કશીટ, રીઝલ્ટ તથા વિકલાંગતાનું ડો.સર્ટીફીકેટ, લીવીંગ સર્ટીફીકેટ, આધાર કાર્ડ વગેરેની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે અને તેના માટેની ઉંમર મર્યાદા ૧૮ થી ૨૭ વર્ષની ૈઉંમર ધરાવતા ઉમેદવારો પસંદગીને પાત્ર થશે.

એકસેલેન્સ દિવ્યાંગ ફાઉન્ડેશન, રાજકોટ સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં છેવાડામાં વસતા અંતરિયાળ ગામડાઓમાં વસતા દિવ્યાંગજનો માટે રોજગાર માટે વિવિધ તાલીમ કોર્ષ, શૈક્ષણિક કારકિર્દી માટે માર્ગદર્શન તથા રમત ગમત તથા કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે તથા મેન્ટલી એકટ, નેશનલ ટ્રસ્ટ એકટ વિકલાંગ ધારો ૧૯૯૫ જે હવે નવા સુધારા સાથે નવો કાયદો દિવ્યાંગ ધારો ૨૦૧૬ જેવા કાયદા વિશેની માહિતી અને અવેરનેશ કેમ્પ કરી માહિતી આપવાનું અને કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની અનેકવિધ યોજના વિશેની જાણકારી આપવા તેમજ દિવ્યાંગજનોના અનેકવિધ પ્રશ્નો માટે હિમાયત કરવા માટે આ એકસેલેન્સ દિવ્યાંગ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે. કાર્યક્રમનું માર્ગદર્શન અંધજન મંડળના કિન્નરીબેન દેસાઈએ આપેલ છે.

આ ભરતી મેળામાં રજીસ્ટ્રેશન માટે એકસેલેન્સ દિવ્યાંગ ફાઉન્ડેશનના જીજ્ઞેશગિરી ગોસ્વામીને મો.૯૯૭૮૯ ૧૧૦૦૮ દિવ્યાંગ હેલ્પલાઈન નંબર ઉપર સંપર્ક કરવો. આયોજનમાં જીજ્ઞેશગિરી ગોસ્વામી, ભાવેશગિરિ ગોસ્વામી, પરેશભાઈ ગોસ્વામી, રવિ કારિયા, હસમુખભાઈ કોરડીયા, રવિન્દ્રસિંહ ઝાલા, હિરેશ શેઠ, દિલીપ નાગલા. વિ.જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:12 pm IST)