Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

રાજકોટ જિલ્લાનાદુધ ઉત્પાદકો માટે ડેરીએ ફેટે રૂ. ૨૦ વધાર્યા

રાજકોટ તા ૨૯ : દુધ સંઘના અધ્યક્ષશ્રી ગોવિંદભાઇ રાણપરીયાની યાદી મુજબ તા. ૧/૬/૧૮ થી દુધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. ૨૦/- નો વધારો કરી પ્રતિ કિલો ફેટના રૂ. ૬૦૦/ ચુકવવાનો મહત્વના નિર્ણયની જાહેરાત કરેલ છે આ અમલથી ગામડે બેઠા દુધ ઉત્પાદકો ને ચેસના દુધનો સરેરાશ ચાવરૂા ૪૫/- આસપાસ અને ગાયના દુધના સરેરાશ ભાવ ૨૭/- થી ૩૦/- મળશે.

ઉનાળાની પાણીની અછત,ઘાસચારાની અછત અને વધતા ભાવો, અસહય ગરમીના કારણે કુદરતી પરિસ્થિતીમાં દુધ ઉત્પાદનમાં થતો સતત ઘટાડાના કારણે  દુધ ઉત્પાદનની કિંમતમાં વધારો થાય તે સ્વભાવિક છે. આવી વિષમ પરિસ્થિતીમાં દુધ ઉત્પાદકોને દુધનો ખરીદભાવમાં વધારો કરીને મદદરૂપ થવાના શુભ આશયથી આ નિર્ણય લીધેલ છે. સોૈરાષ્ટ્રના અન્ય દુધ સંઘ કરતા રાજકોટ દુધ સંઘે દુધનો આ સોૈથી વધુ ભાવ વધારો છે.

(4:11 pm IST)