Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

માતા બહેનો કા અપમાન, નહી સહેગા હિન્દુસ્તાનઃ ભાજપ મહિલા મોરચા દ્વારા પુતળાને જુતાનો હાર પહેરાવાયો

રાજકોટઃ શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ તેમજ શહેર ભાજપ મહીલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, કીરણબેન માંકડીયાની આગેવાનીમાં અને બીનાબેન આચાર્યની ઉપસ્થિતિમાં શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા સાંગણવા ચોક ખાતે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરના મહિલાઓ વિશે અભદ્ર વાણી વિલાસના વિરોધમાં તેના પૂતળાને પગરખાનો હાર મોઢે મેસ ચોપડી વિરોધાત્મક પ્રદર્શન દ્વારા આક્રોશ વ્યકત કરવામાં આવ્યો હતો. આ તકે કંચનબેન સિધ્ધપુરા, કલ્પનાબેન કિયાડા, જયોત્સનાબેન હળવદીયા, ડો.દર્શીતાબેન શાહ, રૂપાબેન શીલુ, જાગૃતીબેન ઘાડીયા, અલ્કાબેન કામદાર, વર્ષાબેન રાણપરા, શિલ્પાબેન જાવીયા, દેવુબેન જાદવ, પીનાબેન કોટક, શિલ્પાબેન ચૌહાણ, કિરણબેન હરસોડા, નીનાબેન વજીર, નૈનાબેન પટેલ, દીપાબેન મલકાન, રક્ષાબેન જોષી, હર્ષીદાબેન કાસુન્દ્રા, ધારાબેન જોષી, રક્ષાબેન વાયડા, કિન્નરીબેન ચૌહાણ, આરતીબેન શાહ સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:10 pm IST)