Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

કાલાવડ રોડ- સંતકબીર રોડ-ટાગોર રોડ પરથી ૩૮ કિલો પ્‍લાસ્‍ટીક જપ્ત

૮૪ વેપારીઓને ૩૦ હજારનો દંડઃ સોલીડ વેસ્‍ટ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ,તા.૨૯: મ્‍યુનિ. કોર્પોરેશન ની સોલીડ વેસ્‍ટ શાખા દ્વારા શહેરનાં વિવિધ વિસ્‍તારમાં પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું ચેકીંગ કરવામાં આવતા ૮૪ વેપારી પાસેથી ૩૮ કિલો પ્‍લાસ્‍ટીક ઝડપાતા ૩૦ હજારનો દંડ વસુલવામાં આવ્‍યો છે.

આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ સંતકબીર રોડ પર ૧૯ વેપારી પાસેથી ૩ કિલો તથા કાલાવડ રોડ ઉપર ૬ કિલો ૩૧ વેપાીર પાસેથી તેમજ ટાગોર રોડ પરથી ૩૪ વેપારી પાસેથી ૨૮ કિલો સહિત કુલ ૩૦ કિલો પ્‍લાસ્‍ટીક જપ્ત કરવામાં  આવ્‍યુ હતુ. ૮૪  દુકાનદારોને ૩૦ હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્‍યો હતો.

(3:58 pm IST)