Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની પ્રજ્ઞાચક્ષુ બહેનો બોર્ડની પરીક્ષામાં ઝળકી

રાજકોટઃ માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો.૧૦ની પરિક્ષામાં શ્રી વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ રાજકોટના કુલ પાંચ પ્રજ્ઞાચક્ષુ બહેનો સર્વે પ્રથમ પ્રયાસે સફળ જાહેર થતાં સંસ્‍થાનું ૧૦૦ ટકા પરીણામ આવ્‍યું છે. સફળ જાહેર  થયેલ પ્રજ્ઞાચક્ષુ બહેનોના નામ (૧) ડાંગોદરા અમિષાબેન દિલિપભાઈ, (૨) ઘેડીયા ઈલાબેન કરશનભાઈ, (૩) મારૂ ભારતીબેન વજશીભાઈ, (૪) કારેટ મહેઝબીન હનીફભાઈ, (૫) મારડીયા મીરાબેન રમેશભાઈ સંસ્‍થાના માનદ્દમંત્રી ડો.પી.જે.મંકોડીએ તમામ વિદ્યાર્થીનીઓને શુભેચ્‍છા પાઠવી હતી.

 

(2:41 pm IST)