Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

રાજકોટમાં ૩ જૂને લેવાનાર UPSC પરીક્ષામાં ર૦ ટકા મહિલા સુપરવાઇઝર : ટોયલેટ પાસે જામર

પરીક્ષાના ૧૦ મીનીટ પહેલા જ એન્‍ટ્રી : એડી. કલેકટર હર્ષદ વોરા દ્વારા સુપરવીઝન

રાજકોટ, તા. ર૯ : રાજકોટમાં સતત ચોથા વર્ષે IAS-IPS તથા .. IRS.. બનવા માંગતા ઉમેદવારો માટે UPSC ની પરીક્ષા તા. ૩ જૂનના રવિવારે લેવાશે. આ માટે કલેકટર કચેરી ખાતે ખાસ કન્‍ટ્રોલરૂમ અને સ્‍ટ્રોંગરૂમ ઉભા કરાઇ રહ્યા છે. કુલ ૧૬ કેન્‍દ્રો અને ૩૭૯૦ ઉમેદવારો છે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ઉમેદવારો માટે રાજકોટ કેન્‍દ્ર આશિર્વાદરૂપ સાબીત થયું છે.

કલેકટરની સૂચના-માર્ગદર્શન હેઠળ એડી. કલેકટર શ્રી હર્ષદ વોરા ખાસ સુપરવીઝન સંભાળી રહ્યા છે. તેમણે અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે, પરીક્ષાના ૧૦ મીનીટ પહેલા જ એન્‍ટ્રી અપાશે, ત્‍યારબાદ કોઇને એન્‍ટ્રી નહીં અપાય.

તેમણે ઉમેર્યું હતું કે, દરેક કેન્‍દ્ર ઉપર ર૦ ટકા ફરજીયાત મહિલા સુપરવાઇઝર રહેશે. તેમજ દરેક કેન્‍દ્રના જેન્‍ટસ-લેડીઝ ટોયલેટ પાસે જામર ફીટ કરી દેવાશે. આ માટે જોલ કંપનીને કામ સોંપ્‍યું છે, જેથી કરીને ટોયલેટમાંથી મોબાઇલ દ્વારા બહાર કોઇ ઉમેદવાર વાતચીત ન કરી શકે, નોડલ ઓફીસર તરીકે મામલતદારો-ડે. કલેકટરોને કામગીરી સોંપાશે.

 

(1:24 pm IST)