Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

મારામારીના ગુન્હામાં ૬ વર્ષથી નાસતા-ફરતા આરોપી પીઠડીયા નજીકથી પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાન્ચ

રાજકોટઃ  પોલીસ અધિક્ષક બલરામ મીણા રાજકોટ ગ્રામ્ય રાજકોટ નાઓની સૂચનાથી એસ.ઓ.જી. બ્રાન્ચના પો.ઇન્સ. એચ.જી. પલ્લાચર્યા તથા એસ.ઓ.જી. શાખાના પો.હેડ કોન્સ. વિજયભાઇ નાગજીભાઇ ચાવડા તથા સંજયભાઇ ભગવાનદાસ નિરંજની એમ બધા સાથે એસ.ઓ.જી. શાખાને લગતી કામગીરી તથા નાસતા ફરતા આરોપીની તપાસના કામે જેતપુર ડિવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન વિરપુર પો.સ્ટે.ના પીઠડીયા ગામે આવતા સાથેના હેડ કોન્સ. વિજયભાઇ ચાવડાને બાતમી રાહે હકકીત મળેલ કે ગોંડલ તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૯/ર૦૧૩, ઇ.પી.કો. કલમ ૩ર૩, પ૦૪, પ૦૪, ૩રપ, ૧૧૪ જી.પી.એ. ૧૩પ વિ.ના કામે નાસતો ફરતો આરોપી કેશુ મચ્છુભાઇ સોલંકી ચારોલીયા દેવીપુજક, રહે. કેશવાળા તા. ગોંડલ હાલ રખડતો ભટકતો હાલે પીઠડીયા ગામે નેશનલ હાઇવે રોડ કાંઠે આનંદ હોટલ પાસે હોવાની હકીકત મળતા જે જગ્યાએ તપાસ કરતા આરોપી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પો.ઇન્સ. એચ. જી પલ્લાચર્યા તથા પો.હેડ કોન્સ. વિજયભાઇ ચાવડા તથા સંજયભાઇ નિરંજની તથા ઉપેન્દ્રસિંહ જાડેજા તથા ડ્રા.પો.કો. દિલીપસિંહ  જાડેજા વગેરે જોડાયા હતા.

(11:35 pm IST)