Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

ગ્રીનલેન્ડ ચોકડીએથી અજાણી મહિલાની અને શાસ્ત્રી મેદાનમાંથી પુરૂષની લાશ મળી

બંને મૃતકના વાલીવારસ હોય તો બી-ડિવીઝન, એ-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૯: કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી અજાણ્યા આશરે ૪૫ થી ૪૮ વર્ષના મહિલાની લાશ મળી આવતાં બી-ડિવીઝનના પીએસઆઇ આર. એસ. સાંકળીયાએ જરૂરી કાર્યવાહી કરી છે. ૧૦૮ના ઇએમટી અને પાઇલોટે અજાણ્યા મહિલા બેભાન મળતાં હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ મોત નિપજ્ું હતું. મૃતકે લીલા રંગનું બ્લાઉઝ, પોપટી ચણીયો અને પોપટી મરૂન સાડી પહેરી છે. બાવડા પર ફૂલ ડિઝાઇનના છુંદણા છે. હાથમાં ખોટા ડાયમંડની પ્લાસ્ટીકની  બંગડીઓ પહેરેલી છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો બી-ડિવીઝન પોલીસ મથકનો ફોન ૦૨૮૧ ૨૭૦૬૦૧૮ અથવા પીએસઆઇ સાંકળીયા અને રાઇટર અશ્વિનભાઇ રાઠોડને મો. ૮૫૩૦૦ ૩૫૮૦૧ ઉપર જાણ કરવા જણાવાયું છે.

બીજા બનાવમાં શાસ્ત્રી મેદાનમાંથી અજાણ્યો આશરે ૩૫ વર્ષનો પુરૂષ બેભાન મળતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવો. પીએસઆઇ જે.ડી. વસાવા વધુ તપાસ કરી રહ્યા છે.

(12:04 pm IST)