Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

થોરાળામાં સંજય મકવાણાને 'તું મારી બહેનની છેડતી કેમ કરે છે?' કહી ચાર શખ્સોએ લાકડીથી ધોકાવી ધમકી દીધી

રાજકોટઃ નવા થોરાળા ગોકુલપરા-૫માં રહેતાં સંજય બાવજીભાઇ મકવાણાને તે સાંજે દુધ લઇને ઘર તરફ જતો હતો ત્યારે રસ્તામાં રાહુલ, મનોજ, ભરત અને પ્રફુલે અટકાવી ગાળો દઇ 'તું કેમ અમારી બહેનની છેડતી કરે છે?' કહી ગાળો ભાંડી લાકડીથી માર મારી ઇજા કરી તેમજ પેટમાં ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે દાખલ કરાયો હતો. થોરાળાના એેએસઆઇ જે. કે. જાડેજાએ સંજયના પિતા બાવજીભાઇ માધુભાઇ મકવાણા (ઉ.૫૫)ની ફરિયાદ પરથી ચારેય સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

(12:17 pm IST)