Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

રાજકોટ શહેર-તાલુકા પોલીસનો માનવીય અભિગમ : ઝુપડપટ્ટીમાં રહેતા અને પરપ્રાંતીય મજૂરોને રાશન કીટ અને હેલ્થ કીટ તેમજ માસ્કનું વિતરણ

રાજકોટ : કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે અનેકવિધ પગલાં લેવાઈ રહ્યાં છે ત્યારે રાજકોટ શહેર -તાલુકા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝૂંપડપટ્ટીમાં રહેતા અને પરપ્રાંતીય મજુરોને રાશન કીટ,હેલ્થ કીટ અને માસ્કની વ્યવસ્થા કરી આપી હતી

 પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સંયુક્ત પોલીસ કમિશ્નર ખુર્શીદ અહેમદ નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજા મદદનીશ પોલીસ કમિશનર જે,એસ,ગેડમ,તથા એસીપી જયદીપસિંહ સરવૈયા ,પો,ઇન્સ,જે,વી,ધોળાન માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ,ધોળા ,પો,સબ,ઇન્સ, એન,ડી,ડામોર અને સ્ટાફના માણસોએ કોરોના વાયરસ ફેલાય નહીં એ માટે ઝુપડતીમાં રહેતા લોકો અને પરપ્રાંતીય અમજુરોને જીવન જરૂરિયાતની વસ્તુની રાશન કીટ,હેલ્થ કયોત અને માસ્ક તેમજ સેનિટાઇઝરનું સામાજિક સંસ્થાઓ સાથે સંકલન કરીને વિતરણ કરાયું હતું

(7:05 pm IST)