Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

રાજકોટમાં આવતીકાલથી હવે પાસ નહિ અપાય : 4 દિ માં 4 હજાર પાસ અપાયા : તમામ વાડી સ્ટેન્ડ ટુ રહેશે : જેમને પાસ અપાયા તે તમામનું કાલથી ચેકિંગ કરાશે

ખોટી રીતે પાસ લીધા હશે તો કડક પગલાં : બ્રેડ નમકીન અને અનાજની તમામ મિલો ચાલુ : દાણા પીઠના 200 લોકોએ પાસ લીધા પણ કોઈએ દુકાનો નહિ ખોલતા કલેકટરને ફરિયાદો : કલેક્ટરે તમામનો ઉધડો લીધો

રાજકોટ : દેશભરમાં લોકડાઉનની સ્થિતિમાં તેની અમલવારી થઇ રહી છે ત્યારે આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખુલી રહે અને જરૂરી સેવાઓ ચાલુ રહે તે માટે કલેકટર તંત્ર દ્વારા પાસની વ્યવસ્થા કરાઈ હતી તેવામાં કલેક્ટરને ફરિયાદો મળતા આવતીકાલથી પાસાની કામગીરી સ્થાગિત કરવા નિર્ણંય લેવાયો છે છેલ્લા ચાર દિવસમાં તંત્ર દ્વારા 4 હજાર પાસ અપાયા હતા કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તમામ વાડીઓને સ્ટેન્ડ ટુ રાખવા નિર્દેશ અપાયા છે,

કલેકટર તંત્ર દ્વારા જેમને પાસ અપાયા છે તે તમામનું કાલથી ચેકીંગ કરાશે ખોટી રીતે પાસ લીધા હોવાનું જણાશે તો કડક પગલાં લેવામાં આવશે બ્રેડ નમકીન અને અનાજની તમામ મિલો ચાલુ છે બીજીતરફ દાણાપીઠના 200 લોકોએ પાસ લીધા હતા પરંતુ કોઈએ દુકાનો નહીં ખોલી હોવાની ફરિયાદ મળતા તંત્ર ચોકી ઉઠ્યું છે

(6:35 pm IST)