Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

મ્યુ. કોર્પોરેશનમાં ઓટોમેટીક સેનીટાઇઝેશન મશીન મુકાયુ : મશીનમાંથી પસાર થનાર જંતુમુકત થશે : પ્રાયોગીક ધોરણે પ્રથમ મશીન મુકાયું : સફળતા મળશે તો અન્ય જગ્યાએ પણ મુકાશે

રાજકોટ : કોરોનાના સંક્રમણને રોકવા સરકારે લોકડાઉન કર્યુ છે. ત્યારે આવશ્યક સેવા કરનારા કર્મચારીઓ સેવાભાઇઓ સ્વયં સેવકો વગેરે પણ સુરક્ષીત રહે તે માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા પ્રાયોગિક ધોરણે મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરીમાં કમિશ્નર કચેરીનાં ગાર્ડન પાસે ''ઓટોમેટીક સેનીટાઇઝેશન મીશન આજથી શરૃ કરાયું છે. નાની કેબીન જેવા આ મશીનમાં જે કોઇ વ્યકિત પસાર થઇ મશીનમાં થોડી સેકન્ડો ઉભા રહે  એટલે તેમાંથી ઓટોમેટીક સેનીટાઇઝરનો સ્પ્ર થશે અને આ વ્યકિત જંતુ મુકત થશે હાલ તુરત પ્રાયોગિક ધોરણે આ મશીન મુકાયું છે. તેમાં સફળતા મળે તો અન્ય જાહેર જગયાએ મુકાશે.

દરમિયાન મેયર ઙ્ગબીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે રાજકોટનાં કેટલાક સેવાભાવી લોકોએ આ મશીન બનાવીને મ્યુ. કોર્પોેરેશન કચેરીમાં પ્રાયોગીક ધોરણે મુકયું છે તેનાથી કેટલી સફળતા મળે છે તે જોયા પછી આગળનો નિર્ણય લેવાશે.

(1:11 pm IST)