Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

વિદેશી દારૂના અનેક ગુનામાં સામેલ હમીદ ઉર્ફે ઇમરાન પાસામાં ધકેલાયો

રાજકોટ તા. ૨૯ : શહેરના થોરાળા વિસ્તારમાં વિદેશી દારૂના અનેક ગુનામાં સામેલ શખ્સને પાસામાં ધકેલી દેવાયા છે.

મળતી વિગત મુજબ શહેરના થોરાળા વિસ્તારમાં દારૂના ગુન્હામાં અગાઉ થોરાળા પોલીસે ભગવતી સોસાયટી શેરી નં. ૨માં શાબીર એપાર્ટમેન્ટની સામે રહેતો હમીદ ઉર્ફે ઇમરાન ઇસ્માઇલભાઇ ગડકા (ઉ.વ.૨૩)ને વિદેશી દારૂ સાથે થોરાળા પોલીસે પકડી લીધો હતો. આ શખ્સને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના પીઆઇ એન.કે.જાડેજા તથા હેડ કોન્સ. રાજુભાઇએ દરખાસ્ત પોલીસ કમિશ્નરને કરતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ.હડીયા, પીએસઆઇ પી.ડી.જાદવ, એએસઆઇ અજીતભાઇ, હેડ કોન્સ. ભરતભાઇ વનાણી, ભુપતભાઇ, નરસંગભાઇ, કનુભાઇ, વિજયભાઇ, આનંદભાઇ, સહદેવસિંહ, કેલ્વીનભાઇ સહિતે હમીદ ઉર્ફે ઇમરાનની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધો હતો.

(3:50 pm IST)