Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

હનીટ્રેપ અને ખુનના ગુનામાં આરોપીના હાઇકોર્ટમાં જામીન મંજુર

રાજકોટ તા. ર૯ : હનીટ્રેપ અને ખુનના ગુન્હામાં જામીન મંજુર કરતી વડી અદાલતે ચુકાદો આપેલ હતો.

આ બનાવની હકીકત એવી છે કે, રૈયાધાર વિસ્તારમાં શ્યામરાજ એપાર્ટમેન્ટમાં આ કામના મસરણ જનારને આરોપીઓએ બ્લ્ેકમેઇલ કરવાના ઇરાદે બોલાવીને તેની સાથે હનીટ્રેપ ગોઠવી અને પ્રૌઢના આરોપી સ્ત્રી સાથે બિભત્સ અવસ્થામાં ફોટા પાડીને બ્લેક મેઇલ કરવાના ઇરાદા સાથે રેડ પાડીને મારા પતિ અને ભાઇ આવી ગયેલ છે અને આવેલ બન્ને પુરૂષોએ મરણ જનારને લાફા મારેલ અને ધાક ધમકી આપતા મરણ જનાર કિરીટ મહેતાનું મૃત્યુ થયેલ હતું. જે અંગે પોલીસ ફરીયાદ ગાંધીગ્રામ યુનિ. (ર) પોલીસ સ્ટેશનમાં મરણ જનારાના  ભત્રીજાએ નોંવાઘેલ હતી. જે અંગે પોલીસ તપાસમાં ચાર આરોપીઓ ર સ્ત્રી આરોપી ર પુરૂષ આરોપીઓને નામ ખુલેલ હતા અને તેઓની ધરપકડ કરી નામ. કોર્ટના હવાલે કરતા કોર્ટે તેઓને જેલમાં મોકલવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં પોલીસ તપાસ પુર્ણ થયેલ હતી અને પોલીસે અદાલતમાં ચાર્જશીટ રજુ કરેલ હતું. જેમાં પોલીસે આઇ.પી.સી.કલમ ૩૦ર,ર૦૧, પ૧૧, પ૦૬ (ર), ૧ર૦ બી તથા ૧૩પ એકટ મુજબની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધેલ હતો. જેથી આ કામના મુખ્ય આરોપી અલી ઉર્ફે આતીફ ઇસ્માઇલભાઇ શેે સેસન્સ અદાલતમાં ચાર્જશીટ દાખલ થયા બાદ જામીન અરજી ગુજારેલ હતી. પરંતુ સેન્સ અદાલતે ગૂન્હાની ગંભીરતા અને ગુણદોષને ધ્યાને લઇને આ કામના મુખ્ય આરોપીની જામીન અરજી નામંજુર કરેલ હતી .જેથી આ કામના મુખ્ય આરોપી અલી ઉર્ફે આતીફ ઇસ્માઇલભાઇ શેખે જામીન પર મુકત થવા માટે ગુજરાત હાઇકોર્ટમાં પોતાની જામીન અરજી દાખલ કરેલ હતી. જેમાં વડી અદાલતે આ કેસના ગુણદોષને ધ્યાને લઇને તેમજ આરોપીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલ દલીલો અને રજુ કરવામાં આવેલ સુપ્રિમ કોર્ટના જજમેન્ટોને ધ્યાને લઇને આરોપીના કાયમી જામીન મંજુર કરેલ હતા.

આ કામે આરોપી વતી યુવા એડવોકેટ જાહિદ એન.હિંગોરા અને રાહુલ બી. સોરીયા તેમજ ગુજરાત હાઇકોર્ટમાં બળવંતસિંહ સોલંકી રોકાયેલ હતા.

(3:50 pm IST)