Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ઇસરો પ્રદર્શનમાં શાળા કોલેજના ૪૯પ છાત્રોએ ૧૩ સ્પર્ધામાં કૌશલ્ય ઝળકાવ્યું

રાજકોટ, તા., ૨૯: વી.વી.પી. ઇજનેરી કોલેજ, એવીપીટીઆઇ, રમણ સાયન્સ ફાઉન્ડેશન અને એવીપીટીઆઇ એલ્યુમની એસોસીએશનનાં સંયુકત ઉપક્રમે ઇસરો સાયન્સ પ્રદર્શન એન્ડ કાર્નીવલમાં વિવિધ સ્કુલોનાં વિદ્યાર્થીઓએ ત્રિદિવસીય કાર્યક્રમમાં ઉત્સાહભેર વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ વિશિષ્ટ કલા, કૃતિઓ અને પ્રતિભા પ્રદર્શીત કરી રજુ કરી હતી. એલકેજી બાલમંદિરથી કોલેજ સુધીના કુલ ૪૯પ સ્પર્ધકોએ ભાગ લીધો. ડમી મોડેલ મેકીંગ, આરડયુનો આધારીત પ્રોજકટ, કલરીંગ, સ્કેચીંગ, સ્પેસ કવીઝ, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પેપર મોડેલ મેકીંગ, ટેલીસ્કોપ મેકીંગ, પેપર પ્રેઝન્ટેશન, વાર્તાલેખન સ્પર્ધામાં પ્રથમ, દ્વીતીય અને તૃતીય ક્રમાંક આપી સન્માનીત કરાયા. સર્વે સ્પર્ધકોને ઇનામ અને પ્રમાણપત્ર ઇસરો દ્વારા મોડલ મેકીંગ સ્પર્ધામાં ગર્વમેન્ટ પોલીટેકનીકના મોચી વૃષભનો પ્રથમ ક્રમાંક વીવીપી કોલેજના ધ્યેય ઠાકર, અમીત કાચા અને હર્ષીલ જોષીનો બીજો ક્રમાંક અને ભૌતીક ભંડેરીએ ત્રીજો ક્રમાંક આવ્યો હતો.

આરડયુનો બેઝડ પ્રોજેકટ ડીપ્લોમાં સ્પર્ધામાં શ્રી બીપીટીઆઇ ભાવનગરનાં ગોહેલ હેમંત તથા તેમની ટીમનો પ્રથમ ક્રમાંક, દર્શન ઇન્સ્ટીટયુટનાં રૈયાન પરમાર અને તેની ટીમનો બીજો ક્રમાંક ગર્વમેન્ટ પોલીટેકનીકનાં દીપક સોલંકી અને તેની ટીમનો ત્રીજો ક્રમાંક આવ્યો હતો.

આરડયુનો બેઝડ પ્રોજેકટ ડીગ્રી સ્પર્ધામાં વીવીપી કોલેજનાં નેવીલ કંટેસરીયા જીઇસી રાજકોટનાં સંઘાણી દીપકકુમાર બીજો ક્રમાંક અને દર્શન કોલેજનાં પાંભર સોનુ ત્રીજો ક્રમાંક આવ્યો હતો.

સ્પેશ કવીઝ સ્પર્ધામાં ધોરણ ૬ થી ૮ ના કુલ ૭૯ અને ધોરણ ૯ થી ૧ર નાં કુલ ૧૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સેન્ટ પોલ સ્કુલનાં દર્શ મલયનો પ્રથમ ક્રમાંક, ઉત્કર્ષ સ્કુલના ઝાલા આયુષીનો બીજો ક્રમાંક અને ધોળકીયા સ્કુલ, રાજકુમાર કોલેજ, કબેન્દ્રીય વિદ્યાલય રાજકોટ શ્રી સર્વેશ્વર વિદ્યાલયના ઉમરેઠીયા ધાર્મિક, મહેતા હેત્વી, મશરૂ હેમીલ, ગાંભવા ખીલવ ગ્રુપનો ત્રીજો ક્રમાંક આવ્યો હતો. એસે રાઇટીંગ સ્પર્ધામાં રાજકુમાર કોલેજની શ્રીજા માત્રાવાડીયાનો પ્રથમ ક્રમાંક, શ્રી કડવીબાઇ વીરાણી કન્યા વિદ્યાલયની વૈશ્નવીબા જાડેજાનો બીજો ક્રમાક અને સાધુ વાસવાણી સ્કુલના રાહ બારોટનો ત્રીજો ક્રમાંક આવ્યો. ડ્રોઇંગ સ્પર્ધામાં પતંજલી સ્કુલની સાંગાણી ઋત્વીનો પ્રથમ ક્રમાંક, ક્રાઇસ્ટ સ્કુલની મણીયાર કંગનાનો બીજો ક્રમાંક અને ક્રાઇસ્ટ સ્કુલની પ્રસાદ બ્રિસ્ઠીનો ત્રીજો ક્રમાંક આવ્યો હતો.ઙ્ગઙ્ગ

પેપર મોડેલ મેકીંગ સ્પર્ધામાં ઉત્કર્ષ સ્કુલની રૈયાણી નીલનો પ્રથમ ક્રમાંક શ્રી વી.જે.મોદી સ્કુલની બદીયાણી શુભનો બીજો ક્રમાંક અને ચાણકય વિદ્યા મંદિરની હરીયાણી પ્રયાગનો ત્રીજો ક્રમા઼ક આવ્યો. બીલ્ડ અટેલીસ્કોપ સ્પર્ધામાં શ્રી સર્વેશ્વર વિઘા મંદિરના બ્રીજરાજ કાચા અને ધૈવત જોગીયાનો પ્રથમ ક્રમાંક તેમજ મોદી સ્કુલ ઇશ્વીયાનાં મીત રૂપારેલીયા અને સ્વસ્તીક ચૌહાણનો પણ પ્રથમ ક્રમાંક, શ્રી જી.ટી.શેઠ વિદ્યાલયનાં નાંઢા દક્ષકનો બીજો ક્રમાંક અને ન્યુ એરા સ્કુલનાં નીનાદ હીરાણી અને મહેતા નીકનો ત્રીજો ક્રમાંક આવ્યો હતો.

પેપર પ્રેઝન્ટેશન ડીગ્રી સ્પર્ધામાં દર્શન કોલેજ, રાજકોટના રૂષીત કોટડીયા અને યશ કાલરીયાનો પ્રથમ ક્રમાંક, વી.વી.પી. કોલેજ, રાજકોટનાં રાઠોડ રાજ અને ધામેચા જયનો બીજો ક્રમાંક અને વી.વી.પી. ઇજનેરી કોલેજનાં કુલદીપ ઠાકરનો ત્રીજો ક્રમાંક આવ્યો હતો.

પેપર પેઝન્ટેશન ડીપ્લોમાં સ્પર્ધામાં કુલ ર૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં એવીપીટીઆઇ રાજકોટના આદિત્ય રાઠોડનો પ્રથમ ક્રમા઼ક એવીપીટીઆઇ રાજકોટના દેવાંગ રાઠોડનો બીજો ક્રમાંક, એવીપીટીઆઇ રાજકોટના જયદીપ વેગડનો ત્રીજો ક્રમાક આવ્યો. સ્ટોરી રાઇટી઼ગ સ્પર્ધામાં કુલ ૧પ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં એમ.બી.ગાર્ડી પ્રાઇમરી સ્કુલના બગડીયા રાહુલનો પ્રથમ ક્રમાંક, એબ.બી. ગાર્ડી સ્કુલનાં ટીબડીયા વીવેકનો બીજો ક્રમાંક અને જી.પી.રાજકોટના પ્રણવ પંડયાનો ત્રીજો ક્રમાંક આવ્યો હતો.

(3:49 pm IST)