Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

મોબાઇલ ચાર્જરના અનેક ઉપયોગઃ સ્કુલની છાત્રાઓ દ્વારા નવતર પ્રયોગ

રાજકોટઃ વિજ્ઞાન શિક્ષક અશ્વિન ભૂવાના માર્ગદર્શન નીચે કોટક સ્કુલની કોમર્સની છાત્રાઓ છાટબાર મિશ્રી, ખેતાણી પ્રણનિ, શેઠ કૃપા, ગંભીર ભૂમિએ કચરામાં ફેંકી દેવામાં આવેલા મોબાઇલ ચાર્જરના કેબલનો જે છેડો મોબાઇલમાં ભરાવવામાં આવે છે. તે છેડાને કાપીને તેમાંથી લાલ અને કાળા છેડા સાથે ક્રોકોડાઇલ પીનને જોડીને એવો કેબલ તૈયાર કર્યો કે જો આ કેબલને મોબાઇલ ચાર્જર કે જે એક પ્રકારની ડી.સી. એલીમીનેટર જ છે. તેની સાથે ફીટ કરી દેવામાં આવે તો હવે આ મોબાઇલ ચાર્જરનો ઉપયોગ ધોરણ ૧ર સાયન્સના ઇલેકટ્રીક સીટીનાં તમામ પ્રયોગમાં કરી શકાય છે. જો આ મોબાઇલ ચાર્જરને 1.5  વોલ્ટ અને  1.15 વોલ્ટ જેટલા વોલ્ટ આપતી ઇલેકટ્રોનીકસ સરકીટ સાથે જોડી દેવામાં આવે તો તે ઇલેકટ્રોનીકસ ડેનીયલ સેલ અને લેકલાન્સે સેલ બની જાય છે. આમ મોબાઇલ ચાર્જરની મદદથી મોબાઇલને ચાર્જ તો કરી જ શકાય છે. ઉપરાંત ધોરણ ૧ર સાયન્સના ઇલેકટ્રીક સીટીનાં પ્રેકટીકલમાં પણ ઉપયોગ કરી શકાય છે. કોમર્સની છાત્રાઓ પણ ઇલેકટ્રીક સીટી તથા ઇલેકટ્રોનીકસમાં સરળ ઉપાયો શોધી કાઢે છે તે બદલ છાત્રાઓ તથા વિજ્ઞાન શિક્ષક અશ્વિન ભૂવાને અભિનંદન પાઠવેલ.

(3:36 pm IST)