Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ઇસરો-પ્રદર્શન અને સાયન્સ પ્રદર્શનની પુર્ણાહૂતિ

રાજકોટ : રાજકોટ માટે યાદગાર ક્ષણ 'ઇસરો પ્રદર્શન અને સાન્સ-કાર્નિવલ-ર૦ર૦', પ્રદર્શનની પુર્ણાહૂતિ  કરવામાં આવેલ જેમાં મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ઇસરોનાં ગ્રુપ ડાયરેકટર શ્રી ડી. કે. સીંઘ, ગીજુભાઇ ભરાડ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં સહસેવા પ્રમુખ નરેન્દ્રભાઇ દવે, જી. ટી. યુ. ડીપ્લોમાં એન્જીનીયરીંગ સૌરાષ્ટ્રના ડીન અને પોલીટેકનીક રાજકોટનાં પ્રીન્સીપાલ ડો. પી. પી. કોટક, ઇસરોનાં વૈજ્ઞાનિક જયંત જોષી, રમણ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશનનાં ચેરમેન ચંદ્રમૌલી જોષી, વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠા ટ્રસ્ટનાં ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલ, એ.વી.પી.ટી.આઇ.ના આચાર્ય ડો. એ. એસ. પંડયા અને વી. વી. પી. ઇજનેરી કોલેજનાં આચાર્ય ડો. જયેશ દેશકર ઉપસ્થિત રહ્યા ઇસરોનાં ગ્રુપ ડાયરેકટર બી. કે. સીંઘ, પોતાના સંદેશમાં જણાવેલ કે મંગળ પર તો ગમે ત્યારે પહોંચાશે પરંતુ વિદ્યાર્થીઓનાં દીલ સુધી પહોંચવું ખુબ જ જરૂરી છે. તેમને વિદ્યાર્થીઓને સંદેશ આપતા જણાવેલ કે, આ દેશ આપણો છે, આપણે આ દેશને ઇચ્છીએ એટલી ઉંચાઇએ લઇ જઇ શકીએ. મનપસંદ ક્ષેત્રમાં કાર્ય કરો અને દેશને રોશન કરો. જો દેશ રોશન થશે તો આપણે રોશન થઇશું., ઇસરોનાં વૈજ્ઞાનિકોએ એવીપીટીઆઇ તથા વીવીપીનાં આયોજનને વખાણ્યું. સાથે જ પ્રિન્ટ તથા ઇલેકટ્રોનિકસ મીડીયાનો બહોળી પ્રસિધ્ધી બદલ આભાર વ્યકત કર્યો. આ કાર્યક્રમ દરમ્યાન રાજકોટનાં ગીજુભાઇ ભરાડે 'ગુજરાત વિજ્ઞાન રત્ન' તરીકે સન્માન કરવામાં આવેલ. સાથે જ એવીપીટીઆઇના આચાર્ય ડો. એ. એસ. પંડયા, ડો. જયેશ દેશકર, મંડપ તથા ઇલેકટ્રીસીટીની જવાબદારી સંભાળનાર મુકેશભાઇ કામદારનું પણ સન્માન કરવામાં આવ્યુ ઇસરો પ્રદર્શનનાં કો-ઓર્ડીનેટર  પ્રો. હેમેન્દ્ર ભટ્ટ, પ્રો. પી. એન. જોશી, ડો. અલ્પેશ આડેસરા તથા ડો. જીજ્ઞેશ જોશીનો આભાર માનવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ એ. વી. પી. ટી. આઇ. નાં આચાર્ય ડો. એ. એસ. પંડયાએ કરી હતી.  કાર્યક્રમનું સંચાલન એ. વી. પી. ટી. આઇ. નાં પ્રો. દર્શીતાબેન પાઠક તથા વીવીપી ઇજનેરી કોલેજનાં ડો. નીરવ મણીયારે કર્યુ  હતું.

(3:36 pm IST)