Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

વોર્ડ નં.૪માં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં પેવિંગ બ્લોક કામનો પ્રારંભઃ ખાતમૂહૂર્ત

રાજકોટઃ મહાનગરપાલિકાનાં શાસકો દ્વારા 'જયાં માનવી ત્યાં સુવિધા' અને 'સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે' શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ વોર્ડ નં.૦૪માં હરસિધ્ધિ સોસાયટી ગ્રીનલેન્ડ ચોકડી પાસે પેવિંગ બ્લોકનું ખાતમુહુર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર તથા માર્કેટ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયાના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે વોર્ડ નં.૦૪ના વોર્ડ પ્રમુખ સિ.ટી. પટેલ, વોર્ડ મહામંત્રી દિનેશભાઈ ચૌહાણ, વોર્ડ અગ્રણી અશોકભાઈ લુણાગરીયા, અનિલભાઈ મકવાણા, સંજયભાઈ રાઠોડ, દેવરાજભાઈ સખીયા, રવિભાઈ ગોહીલ, નરેશભાઈ ચૌહાણ, મોન્ટુભાઈ વિસરીયા, રમેશભાઈ સાગઠીયા, અનિલભાઈ શ્રીમાળી, જેસીંગભાઈ રાઠોડ, સંજયભાઈ ઉધરેજા, નિતેશભાઈ ડાભી, બાબુભાઈ ઉધરેજા, હિતેશભાઇ મઠીયા, પ્રવિણભાઈ પટેલ, સુરેશભાઈ બાવળિયા, રામદેવભાઇ ભેંસજાણીયા, અમિતભાઈ બારસીયા, વિનુભાઈ રંગાણી, જયેશભાઈ લીંબાસીયા, ધીરુભાઈ વાદ્યેલા, અંકુરભાઈ સખીયા, સુરેશભાઈ લીંબાસીયા, બાપભાઈ રાઠોડ, દિવ્યેશભાઈ રામાણી તેમજ મહિલા મોરચાના વોર્ડ અગ્રણીશ્રી સોનલબેન ચોવટિયા, કંકુબેન ઉધરેજા, રાજશ્રીબેન માલવિયા, મંજુલાબેન, દુધીબેન ભાલારા, જયાબેન હાપલીયા, અંજુબેન ભાલારા, ભાવનાબેન ભાલારા, નયનાબેન હાપલીયા, લીલાબેન હાપલીયા, શારદાબેન તળાવિયા, દ્યનીબેન દાવડા, કુસુમબેન સુદાણી, રંજનબેન દાવડા, મધુબેન લીંબાસીયા વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:34 pm IST)