Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

પોલીસ હેડકવાટર્સ અંબાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે હનુમાન ચાલિસાના પાઠ સાથે આહુતિઃ માતાજી અને દેવી-દેવતાઓની પૂજાઃ સાંજે લોકડાયરોઃ કાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠા

રાજકોટઃ પોલીસ હેડકવાટર્સમાં જુના મંદિરનો જીર્ણોધ્ધાર કરી આશરે ૩ કરોડના ખર્ચે  શ્રી અંબાજી માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે. જેની લંબાઇ ૧૧૦ ફુટ, પહોળાઇ ૬૧ ફુટ તથા ઉંચાઇ બાવન ફુટ મળી કુલ ૭૦૦૦ ફુટમાં નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરના ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્વમાં આજે બીજા દિવસની શરૂઆત સાંદિપની વિદ્યાનિકેતનના આચાર્યો અને ઋષિકુમારો દ્વારા હનુમાન ચાલિસાના પાઠ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ શાંતિપાઠ અને સ્થાપિત દેવતા સીહત તમામ દેવતાઓ અને માતાજી જગદંબાનું પૂજન કરવામાં આવ્યું હતું. ગણપતિ દેવતા સહિત ભગવાનની પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટ શહેર બાપ્સ મંદિરના પૂ. અપુર્વમુનિ સ્વામીજી, પુ. વિશ્વબંધુ સ્વામીજી, ભુપેન્દ્ર રોડ મંદિરના પુ. રાધારમણ સ્વામીજી, પુ. વિવેકસાગર સ્વમીજી, જગન્નાથ મંદિરના મહંત પુ. ત્યાગીમનમોહનદાસજી, ઇસ્કોન મંદિરના પુ. પ્રભુજી મહારાજ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. ગઇકાલે મા અંબાજીની મુર્તિ તથા બીજા દેવી-દેવતાઓની મુર્તિઓને ધન્યાધિવાસ કરાવવામાં આવેલ. આ ધાન્યનું મણીદ્વીપ મંદિર ખાતે ચાલતી સંસ્કૃત પાઠશાળામાં દાન કરાયું હતું. અંબાજી મંદિરમાં શ્રી રામચંદ્ર ભગવાનની મુર્તિ પણ બિરાજમાન હોઇ અને સાથે હનુમાનદાદાની પણ સ્થાપના હોઇ આજે શનિવારના શુભ દિવસે સુંદરકાંડના પાઠ દ્વારા આહુતિઓ અપાઇ હતી. સુંદરકાંડ યજ્ઞ પુરો થતાં મંત્રોચ્ચારથી આહુતિ અપાઇ હતી. મા અંબાના મંદિરમાં શ્રીરાધાકૃષ્ણ પણ બિરાજમાન થશે. સાથોસાથ શિવ પરિવાર પણ છે. અષ્ટરૂદ્રીના મંત્રો દ્વારા દેવાધીદેવ મહાદેવનો યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. અંબાજી માતાજીની મુર્તિ સહિત જે પણ દેવી-દેવતાઓની મુર્તિ બિરાજમાન કરાવવાની છે તે તમા ૧૦૮ જેટલી જુદી-જુદી ઓૈષધીઓની અભિષેક કરવામાં આવ્યો હતો. સાંજે સાત કલાકે આરતી પૂજન સંકિર્તન બાદ સાંજે ૭:૩૦ કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું છે. જેમાં કિર્તીદાન ગઢવી, સાઇરામ દવે, દેવાયત ખવડ, રાજુ ગઢવી, પુનમબેન ગોંડલીયા રમઝટ બોલાવશે.

આવતી કાલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મુર્તિ પ્રતિષ્ઠા, પૂર્ણાહુતિ હોમ અને મહાઆરતી યોજાશે. બપોરે એક કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. એ પહેલા સવારે ૮:૩૦ કલાકે દેવીરાજોપચાર પૂજા અને ૯ કલાકે પ્રસાદવાસ્તુ પૂજા અને ૧૦:૩૦ કલાકે પ્રધાનમુર્તિ મહાન્યાસ થશે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, રમેશભાઇ ધડુક, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અરવિંદભાઇ રૈયાણી, આગેવાનો ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઇ મિરાણી, નિતીનભાઇ ભારદ્વાજ, સોૈ. યુનિના ડો. નિતીનભાઇ પેથાણી, વિજયભાઇ દેસાણી, ડો. મેહુલભાઇ રૂપાણી સહિતના અતિથિ વિશેષ પદે હાજરી આપશે.

જ્યારે આમંત્રિતોમાં પોલીસ વડા શિવાનંદ ઝા, કલેકટર રેમ્યા મોહન, ડીઆરએમ પરમેશ્વર કુંકવાલ, વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોૈત, મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ, ઇન્કમટેક્ષના ચિફ કમિશનર રવિન્દ્રકુમાર પટેલ, હથીયારી એકમના આઇજીપી અજયકુમાર ચોૈધરી, ડીડીઓ અનિલ રાણાવસિયા, સેન્ટ્રલ જીએસટી કમિશનર લલીતપ્રસાદ, રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંઘ, પીજીવીસીએલના એમડી શ્વેતા ટિઓટીયા, એરપોર્ટના ડાયરેકટર એ.એન. શર્મા, રૂરલ એસપી બલરામ મીના, રિજી. કમિશનર ઓફ મ્યુ. સ્તુતિ ચરણ અને ડીન ડો. ગોૈરવી એ. ધ્રુવા ઉપસ્થિત રહેશે.

(3:33 pm IST)